GSTV
Home » News » Video: સપના ચૌધરીને લઈને ભાજપના ધારાસભ્યના વિવાદીત બોલ, કહ્યું- ‘અપના બનાલે રાહુલ ગાંધી’

Video: સપના ચૌધરીને લઈને ભાજપના ધારાસભ્યના વિવાદીત બોલ, કહ્યું- ‘અપના બનાલે રાહુલ ગાંધી’

વિવાદિત ટિપ્પણીઓ માટે જાણીતા ભાજપ પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે હવે હરિયાણાની ફેમસ ડાન્સર અને એક્ટર સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને ટિપ્પણી કરી છે. બલિયાના બૈરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે સપના ચૌધરી જે કામ કરે છે તેજ કામ સોનિયા ગાંધી ઈટલીમાં કરતા હતા.  

પહેલા ચર્ચા થઈ રહી હતી કે ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ પાર્ટી તેની પાસે લોકસભા ચૂંટણી પણ લડાવી શકે છે. સપના ચૌધરી હવે ખૂબ સક્રીય થઈને હવે રાજનીતીમાં જોવા મળશે. જોકે આ દરેક વાતો ફક્ત અટકળો હતી અને આજે સપના ચૌધરીએ જાહેરાત કરીને કહ્યું છે કે તે કોંગ્રેસમાં નથી જોડાઈ રહી.

સપના ચૌધરી કોંગ્રેસમાં શામેલ થવા જઈ રહી છે તે વાત પર ભાજપના વિધાયક સુરેન્દ્ર સિંહે કહ્યું કે, તેનું પ્રોફેસન ડાન્સ કરવાનું છે. તે તેના વ્યવસાયને અગ્રતા આપશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી પણ ઈટલીમાં આજ વ્યવસાય સાથે જોડાયેલા હતા.

તેમણે રાહુલને સંબોધિત કરતા જણાવ્યું કે જેમ તમારા પિતા સ્વર્ગિય રાજીવ ગાંધીએ સોનિયા ગાંધીને પોતાના બનાવી લીધા તેમ જ તમે પણ ડાન્સર સપના ચૌધરીને પોતાના બનાવી લો. સૌથી સારી વાત એ છે કે સાસું અને વહુ એક જ વ્યવસાયથી હશે તો તેમનામાં તાલમેલ સારી રીતે રહેશે.

સપના ચૌધરીએ કરી કોંગ્રેસ પાર્ટી સાથે ન જોડાવવાની જાહેરાત

મહત્વનું છે કે હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવાની તમામ અટકળો પર પૂર્ણ વિરામ લાગી દીધુ. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા સપનાએ જણાવ્યુ કે, હું કોંગ્રેસમાં સામેલ નથી થઈ અને ભવિષ્યમાં પણ ક્યારેય કોંગ્રેસમાં નથી જોડાવવાની અને કોંગ્રેસમાં સામેલ થવા માટે મે રાજ બબ્બર સાથે કોઈપણ પ્રકારની મુલાકત કરી નથી.

સપનાએ વધુમાં જણાવ્યુ કે, અત્યારે ચૂંટણી લડવાનો કોઈપણ પ્રકારનો  ઈરાદો નથી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઈ હોવાના મીડિયા અહેલાવ મળ્યા હતા. અને એવી પણ માહિતી સામે આવી હતી કે, કોંગ્રેસ સપના ચૌધરીને મથુરા બેઠક પર હેમા માલિની વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.  પરંતુ  સપના ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું.

આ પહેલા સુરેન્દ્ર સિંહે બસપા અધ્યક્ષ માયાવતીને લઈને વિવાદીત ટિપ્પાણી કરી ચુક્યા છે. સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે બસપા મુખિયા માયાવતીજી પોતે ફેસિયલ કરાવે છે તે શું અમારા નેતાઓને શોખીન કહેશે. તેમના વાળ સફેદ છે અને તેને કલર કરાવ્યા બાદ તે પોતાને જવાન સાબિત કરે છે. 60 વર્ષની ઉંમર થઈ ગઈ પરંતુ બધા જ વાળ કાળા છે.

Read Also

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel