GSTV

VIDEO: રસ્તા વચ્ચે ચોકમાં યુવતીએ કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા, ટેક્સી ડ્રાઈવરને લાફો માર્યો, સમજાવા આવેલા લોકોને પણ ફડાકા ઝીક્યાં

Last Updated on August 1, 2021 by Pravin Makwana

લખનઉના બારાબિરવા ચોક પાસે કારની ટક્કર લાગવાના કારણે એક યુવતીએ ટેક્સી ડ્રાઈવરને વઝીરગંજ જગતનારાયણ રોડ નિવાસી સઆદત અલીને ફડાકો મારી દીધો હતો. ચોક પર યુવતી દ્વારા ડ્રાઈવરને મારતા જોઈ ટ્રાફિમ જામ થઈ ગયો હતો. ચારેબાજૂ લોકો એકઠા થઈ ગયા હતા. જો કે, આ ચોક પર ટ્રાફિક પોલીસ પણ હાજર હતી. હોબાળો થતાં બાદમાં પોલીસ આવી અને તેમને છોડાવાની કોશિશ પણ કરી. ઉપરાંત ત્યાં હાજર લોકોએ બંનેને અલગ કરવાની પણ કોશિશ કરી હતી. તો આ યુવતી લોકો સામે પણ ભૂરકિયા કરવા લાગી. લોકોએ સમજાવા ગયા તો આ યુવતીએ તેમાંથી પણ એક યુવકને તમાચો મારી દીધો હતો.

યુવતીએ કાર ડ્રાઈવર અઆદત અલીનો મોબાઈલ પણ તોડી નાખ્યો. ડ્રાઈવરની ટી-શર્ટ ફાડી આમ તેમ ખેંચવા લાગી હતી. થોડી વાર બાદ પોલીસને ખબર પડતી કૃષ્ણાનગરની પોલીસ આવી અને આ હાઈવોલ્ટેજ ડ્રામા કરતી યુવતી પાસેથી યુવકને છોડાવ્યો હતો. આ ઘટના બાદ ચારેતરફ હોબાળો થઈ ગયો હતો. હોબાળો શાંત થતાં અચાનક ટ્રાફિક ખુલ્યુ અને ચારેબાજૂ વાહનોની લાઈનો લાગી હતી. થોડી વાર પછી બધુ બરોબર થઈ ગયું હતું.

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના બગાવતી સૂર: સિદ્ધૂ વિરુદ્ધ અમરિંદરસિંહ ઉતારશે પોતાનો ઉમેદાવર, રાહુલ-પ્રીયંકાને અનુભવહીન ગણાવ્યા

Zainul Ansari

UNમાં પ્રેસિડેન્ટ બાયડેન આપી રહ્યા હતા સ્પીચ તે જ સમયે એલર્ટ થઇ ગયા F-16 એરક્રાફ્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!