GSTV

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આ સ્વદેશી દિગ્ગજ કંપનીને મળશે બુલેટ ટ્રેનનો પહેલો કોન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

બુલેટ

Last Updated on October 20, 2020 by Bansari

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો કોન્ટ્રેક્ટ સ્વદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 237 કિમી લાંબા રૂટની ડિઝાઇન અને નિર્માણ માટે આ કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી છે. આ બિડમાં કુલ 7 કંપનીઓએ હિસ્સો લીધો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કોન્ટ્રાક્ટ આશરે 25,985 કરોડ રૂપિયાનો છે અને આ કોન્ટ્રાક્ટ L&Tને મળવો લગભગ નિશ્વિત છે. જણાવી દઇએ કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે બની રહેલી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઇ 508 કિમી છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન દેશની પહેલી હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ છે જેને જાપાનની મદદથી બનાવવામાં આવી રહી છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 508 કિમી લાંબી મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર 237 કિમી લાંબા ખંડના ડિઝાઇન અને નિર્માણ માટે આજે ફાઇનાન્શિયલ બિડ્સને ખોલવામાં આવી અને તેમાં લાર્સન એન્ડ ટૂબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી છે.

પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર 2023માં પૂરુ થવુ પ્રસ્તાવિત છે. પરંતુ તેમાં કદાચ થોડો વિલંબ થાય કારણ કે મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા વિસ્તારોમાં હજુ પણ ભૂમિ અધિગ્રહણ સાથે સંબંધિત કેટલાક મુદ્દા છે.

જણાવી દઇએ કે દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મુંબઇથી અમદાવાદ વચ્ચે કામ ચાલી રહ્યું છે. આ કોરિડોર પર બુલેટ ટ્રેનની સ્પીડ 350 કિમી પ્રતિ કલાક થવાની આશા છે. એટલે કે મુંબઇથી અમદાવાદ ફક્ત 2 કલાકમાં પહોંચી શકાશે. હાલ આટલુ અંતર કાપવામાં ભારતીય ટ્રેનને 7 કલાક અને ફ્લાઇટથી 1 કલાક લાગે છે.

આ 7 કંપનીઓ હતી રેસમાં

NHSRCLએ જણાવ્યું કે આ પ્રતિસ્પર્ધી બિડિંગમાં ત્રણ બીડર્સે હિસ્સો લીધો હતો, જેમાં કુલ સાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સામેલ છે. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇરકોન ઇન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયાએ એક સાથે મળીને બોલી લગાવી છે. આ રીતે એનસીસી-ટાટા પ્રોજેક્ટ-જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, એચએસઆરે એક સાથે બોલી લગાવી છે. લાર્સન એન્ડ ટૂબ્રોએ એકલા બોલી લગાવી હતી.

83 ટકા જમીનનુ અધિગ્રહણ

આ 237 કિમી લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ પડશે. આ પૂરો ખંડ ગુજરાતમાં છે જ્યાં 83 ટકાથી વધુ જમીનનું અધિગ્રહણ થઇ ચુક્યુ છે. રેલ મંત્રી પીયુષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે માર્ચ 2020 પહેલા ભૂમિ અધિગ્રહણનું કામ પૂરૂ થવાનું હતું પરંતુ મહારાષ્ટ્રમાં કેટલીક અડચણોના કારણે આ શક્ય ન બન્યું. આ સમગ્ર પ્રોજેક્ટ 508 કિમીનું છે જેનો આશરે 349 કિમી હિસ્સો ગુજરાતમાં પડે છે.

આ ટેન્ડર માટે બિડ 15 માર્ચ 2019એ જ મંગાવવામાં આવ્યું હતુ. ટેક્નિકલ બિડ્સ 23 સપ્ટેમ્બરે ખોલવામાં આવ્યા હતાં અને એક મહિનાથી પણ ઓછા સમયમાં ફાઇનાન્શિયલ બિડ્સને પણ ખોલી દેવામાં આવી.

237 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ

આ ટેન્ડર અંતર્ગત વાપી (મહારાષ્ટ્ર-ગુજરાત સીમા પર જરોલી ગામ) અને વડોદરાની વચ્ચે 237 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ થાય છે. તેમાં ચાર સ્ટેશન વાપી, બિલિમોર, સૂરત અને ભરૂચ અને સૂરત ડેપો સામેલ છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ છે અને તેના માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ફંડિંગ કરી રહી છે.

વર્ષ 2019માં રેલ મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જાપાનથી 24 બુલેટ ટ્રેન ખરીદવામાં આવશે. સાથે જ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી ખરીદવામાં આવનાર 24 બુલેટ ટ્રેનમાંથી 6ને ભારતમાં એસેમ્બલ કરવાની પ્રોજેક્ટ છે.

Read Also

Related posts

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!