GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગુજરાતમાં ભાજપ માટે 8 લોકસભાની બેઠકો પર છે કપરાંચઢાણ, કોંગ્રેસને છે ચાન્સ

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આગામી 23 એપ્રિલનાં રોજ મતદાન યોજાશે. રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી પરંતુ વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ તે પરિણામનું પુનરાવર્તન નહીં કરી શકે તેમ માનવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસને આ વખતે ડબલ ડિજિટમાં બેઠકો જીતવાની આશા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પછી ગુજરાતનાં રાજકારણમાં ભારે ઊથલપાથલ સર્જાઈ ગઈ છે, વર્ષ 2015માં પાટીદાર આંદોલન થયું, ત્યારવબાદ ઓબીસી આંદોલન અને દલિત આંદોલનને કારણે ભાજપ મૂળિયાં ઢીલાં પડ્યા છે. જેનું પરિણામ આપણે વર્ષ 2017માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં જોયુ હતું.

amit shahs mega road show in ahmedabad

પરિણામનું પુનરાવર્તન નહીં કરી શકે

150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવતી ભાજપ ફક્ત 99 બેઠકો પર અટકી ગઈ હતી તેમજ કોંગ્રેસના પરિણામમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આ વખતની સ્થિતિની વાત કરીએ તો ભાજપને લોકસભા બેઠકો જીતવા  માટે કપરાં ચઢાણ છે. વર્ષ 2014માં એકતરફી મોદી વેવ હતો જેના પરિણામ સ્વરૂપ ભાજપ તમામ 26 બેઠકો જીતાવામાં સફળ થયું હતું.જો કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીવેવ ધીમો પડી ગયો છે. આ ઉપરાંત હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણી જેવા યુવાનો રાજકરણમાં આવતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.  ગુજરાતમાં વર્તમાન સ્થિતિ મુજબ જોવા જઈએ તો ભાજપને સૌથી વધુ બેઠકો મળી શકે છે પરંતુ તે 2014 લોકસભા ચૂંટણીનાં પરિણામનું પુનરાવર્તન નહીં કરી શકે.

ભાજપને આ વખતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ બેઠકો મળવાની આશા

ભાજપને આ વખતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ બેઠકો મળવાની આશા છે જ્યારે કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર જોર અજમાવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના જનાધારમાં થયેલ વધારા તેમજ યુવા અને આક્રમક અમિત ચાવડા – પરેશ ધાનાણી તેમજ હવે હાર્દિક પટેલનું નેતૃત્વ ભાળતાં કોંગ્રેસનાં આત્મવિશ્વાસમાં વધારો થયો છે. વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેતા અંદાજ લગવાઈ રહ્યો છે કે ભાજપને લગભગ 8 બેઠકોનું નુકશાન સહન કરવું પડશે જ્યારે સામા પક્ષે કોંગ્રેસને આઠ બેઠકો મળી શકે તેમ છે. ભાજપ અમદાવાદ પશ્ચિમ, સુરત, રાજકોટ, નવસારી, ગાંધીનગર, વલસાડ, કચ્છ, જામનગર,વડોદરા  જીતવામાં કોઈ સમસ્યાનો સામનો નહિ કરવો પડે. બીજી બાજુ કોંગ્રેસને પણ આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, પોરબંદર, પાટણ બેઠકો જીતવામાં સરળતા રહેશે. અન્ય બેઠકોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, ખેડા, બારડોલી, ભાવનગર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા ભરૂચ, પંચમહાલ, મહેસાણામાં બંને પક્ષો વચ્ચે રસાકસીભરી ટકકર રહે તેમ માનવામાં આવી રહ્યું છે.

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!