GSTV
Home » News » LRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને મફત બસ સેવા મળશે, પરંતુ પહેલા કરવું પડશે આ કામ

LRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને મફત બસ સેવા મળશે, પરંતુ પહેલા કરવું પડશે આ કામ

આગામી 6 જાન્યુઆરીના રોજ એલઆરડીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓ માટે એડવાન્સ ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એડવાન્સ બુકીંગ માટે ગીતામંદિર બસ ડેપો પર ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી. પરીક્ષા માટે અમદાવાદ આવતા વિદ્યાર્થીઓ માટે બરોડાથી અમદાવાદ વચ્ચે 388 ટ્રીપ ઉપરાત 40 વધુ ટ્રીપ મુકવામાં આવશે. ત્યારે ટિકિટ માટે લાઈનમાં ઉભેલા વિદ્યાર્થીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદથી ભાવનગર, સુરેન્દ્રનગર, બરોડા અને બોટાદ માટે બુકીંગ શરૂ કરવામાં આવ્યુ છે. ભાવનગર જવા માટે 360 ટ્રીપ, સુરેન્દ્રનગર જવા માટે 170 ટ્રીપ જ્યારે અન્ય 120 ટ્રીપની વ્યવસ્થા કરવામાં આવી છે.

6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે..ત્યારે આજથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ST વિભાગમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવશે. ST વિભાગની ફ્રી બસ સેવામાં 350 બસો આપવામાં આવશે. લોકરક્ષક દળની પરીક્ષા માટે બુકીંગમાં લાંબી લાઈનો લાગી હતી. બીજી તરફ પોરબંદર રૂટમાં સર્વર ઠપ થતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. રાજકોટ એસટી વિભાગે 520 બસ પૈકી 350 પરીક્ષામાં ફાળવાતા બસના અનેક રૂટ રદ્દ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પેપર લીકકાંડ બાદ લોકરક્ષક દળની પરીક્ષા ફરી યોજાશે.

Related posts

VIDEO : નર્મદાના તટે શરૂ કરાયેલા રીવર રાફટીંગનો આકાશી નજારો આવ્યો સામે

Nilesh Jethva

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

Kaushik Bavishi

કુલ્લુમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!