GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

LRD ભરતી વિવાદ : અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાયો મામલો

એલઆરડી મુદ્દે હાલ આંદોલને જોર પકડ્યું છે. એલઆરડીની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલી બબાલ હવે અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાતી નજરે પડે છે. 1લી ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે છેલ્લાં એક મહિનાથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરમાં ધરણાં કરી રહી છે. તો બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું.

શું છે એલઆરડી વિવાદ?

  • પોલીસની ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત
  • ૧લી ઓગસ્ટ, ૨૦૧૮નાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો
  • પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ તેમાં જ તેની પસંદગી શક્ય
  • કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળી શકે
  • અનામત કેટેગરીની મહિલાને જનરલ-ઈડબલ્યુએસ કેટેગરી કરતાં વધુ માર્ક છતાં નોકરીથી વંચિત
  • જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં નોકરીથી વંચિત

પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી છેલ્લાં એક માસથી કેટલીક મહિલાઓ આંદોલન કરી રહી છે.

શું છે એલઆરડી વિવાદ?

  • લોકરક્ષક દળ માટે કુલ ૯,૭૧૩ જગ્યા માટે ભરતી
  • ભરતી બોર્ડ માત્ર ૮,૧૩૫ ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કર્યુ
  • જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર કર્યુ નથી
  • હથિયારધારી મહિલામાં ૧,૦૧૧
  • બિનહથિયારધારી મહિલામાં ૫૩૦ મહિલાનું મેરિટ અટવાયું
  • ગુજરાત સરકાર પરિપત્ર જાહેર કરતાં અનામતનો છેદ ઉડ્યો

જીઆર રદ કરવો કે નહીં તે અંગે સરકાર હજુ અવઢવમાં છે, ત્યારે આ વિવાદમાં બિનઅનામત વર્ગની મહિલાઓ પણ મેદાનમાં આવી છે. બિન અનામત આયોગના અધ્યક્ષે આવેદન આપી આ જીઆર રદ ન કરવાની રજૂઆત કરી છે. તો આ જીઆરને રદ કરવા માટે કેટલાંક નેતાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારને પત્ર લખી રહ્યાં છે. લોકરક્ષક દળ માટે કુલ 9713 જગ્યા માટે ભરતી કરવાની છે. પરંતુ ભરતી બોર્ડે માત્ર 8,135 ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કર્યુ છે. જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર થયું નથી. હથિયારી મહિલામાં 1,011, બિનહથિયારધારી મહિલામાં 530નું મેરિટ અટવાયું છે. ગુજરાત સરકારે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં અનામતનો છેદ ઉડે છે.

READ ALSO

Related posts

રૂપાણીના પેકેજમાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ: થઇ આ મોટી જાહેરાત

Bansari

9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાન પહોંચાડવામાં આવશે સ્ટડી મટિરિયલ, ચાર ઝોનને સોંપવામાં આવી જવાબદારી

Arohi

કોરોના: દેશના કુલ મૃત્યુનાં 15 ટકા જેટલા મોત માત્ર શહેરમાંથી નોંધાયા, સરકાર મૃત્યુદર ઘટાડવામાં નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!