GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

LRDના પેપરની પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરીના CCTV, એક વ્યક્તિ કાઢી રહ્યો છે પેપર

બુધવારે ગુજરાત પોલીસ LRD પેપર લીક કાંડનો સમગ્ર કેસ ઉકેલી લીધો છે, પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પણ પહોંચી ગઇ છે, ત્યારે તપાસમાં પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં એક શખ્સ પેપરની ચોરી કરતો નજરે પડી રહ્યો છે. આ કેસમાં હરિયાણાને બદલે ગુજરાતનું પેપર હાથમાં લાગતાં આ સૂત્રધારોએ આ પેપરનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ કેસમાં 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાથી વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે.

10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

રાજયભરમાં ચકચાર જગાવનારા લોકરક્ષક દળની ભરતી કાંડના પેપર લીક કાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર વિનય અરોરા, મહાદેવ અસ્તુરે અને વિનોદ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. એલઆરડી કાંડમાં પકડાયેલા 3 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે 3 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર થતાં હવે એલઆરડી પેપરલિક કૌભાંડની ખૂટતી કડીઓને પોલીસ જોડીને આ આખાયે મામલાના મૂળ સુધી પહોંચી શકશે. આ ત્રણેય આરોપીઓની દિલ્હી બોર્ડરથી ધરપકડ કરાઇ છે.

હરિયાણાને બદલે ગુજરાતનું પેપર હાથ લાગ્યું

હરિયાણાની ભરતીનું પેપર ચોરવા ગયેલી ગેંગના હાથે ગુજરાતની એલઆરડીનું પેપર હાથ લાગી જતા તેને લીક કરાયું હતું. આ આખા પેપરકાંડમાં સૂત્રધાર મનાતા દિલ્હીનો વિનોદ છીકારાની ધરપકડ હજુ બાકી છે. આ ઉપરાંત મહેમૂદ નામનો અન્ય એક આરોપીની ફરાર છે. આ બંને આરોપીઓને પકડવા તેમજ પકડાયેલા આરોપીઓએ કોને કોને અને કઇ રીતે પેપર પહોંચાડયા તેની માહિતી મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

14 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ

મહત્વનું છે કે એલઆરડી કાંડમાં પોલીસે અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. ગાંધીનગર સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત એટએસની ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી, જેને પગલે પોલીસે સમયાંતરે આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાની તપાસ હાથ ધરી સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી મેઈન માણસ સુધી પહોંચી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ તારાજી સર્જી, મીઠાના અગરોમા પાણી ભરાતા મોટું નુકશાન

Nilesh Jethva

ભારે વરસાદના કારણે મીઠાના અગરોમાં ભરાયા પાણી, તૈયાર મીઠુ તણાઈ જતા ભારે નુકશાન

Arohi

પાટણમાં Corona દર્દીઓની લિસ્ટ થઈ વાયરલ, સામે આવી ચોંકાવનારી હકીકત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!