LRD પેપરમાં તમને પણ નથી ખબર તેવી મોટી ભૂલ થઈ ગઈ, સાંભળો Audio clip

ગત રવિવારે લેવાયેલી LRDની પુનઃ પરીક્ષાની પદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી સવાલ ઉઠાવ્યા છે. LRDની પુનઃપરીક્ષામાં ક્ષતિ રહી ગઈ હોવાની આડકતરી કબૂલાત LRD પરીક્ષા સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયના PF દ્વારા કરવામાં આવી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વિકાસ સહાયના PA સ્વીકારે છે કે પરીક્ષા લેવાની ઉતાવળમાં ગુપ્તતા જાળવવા માટેના બારકોડ સ્ટીકર લગાવવાના રહી ગયા.

ઓડિયો ક્લિપમાં કીર્તિ પટેલની વાતચીત વિકાસ સહાયના PA સાથે થાય છે. જેમાં PA સ્વીકારે છે કે LRDના પેપર લીક થયા બાદ થોડા દિવસ સુધી વિકાસ સહાય સ્ટ્રેસમાં હતા. અને ત્યારબાદ ઉતાવળે પરીક્ષા લેવાના ચક્કરમાં OMRમાં બારકોડ સ્ટીકર લગાવવાના રહી ગયા હતા. આ વાત ધ્યાને આવતા કીર્તિ પટેલે PMO, મુખ્યપ્રધાન અને LRD પરીક્ષા સમિતિને પરીક્ષા રદ કરવા અરજી કરી છે. જોકે જીએસટીવી વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સચ્ચાઈની પુષ્ટી નથી કરતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter