લોક રક્ષક દળની પરીક્ષા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે, સોશિયલ મીડિયામાં ફરે છે લિંક

ફરી એકવખત લોક રક્ષક દળની પરીક્ષા ચર્ચામાં આવી છે. આ વખતે લોક રક્ષક દળની પરીક્ષા તેના પરિણામની એક ફેક લિંકના કારણે ચર્ચામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક નકલી લીંક ફરી રહી છે. જે લીંકમાં એલઆરડી પરીક્ષાનું પરિણામ હોવાની અફવા ફેલાવાઇ છે. આ લીંક ફક હોવાથી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ નકલી લીંક છે કોઇપણ ઉમેદવારે આ લીંકમાં આપેલી માહિતીથી દોરવાઇ જવું નહીં.

નોંધનીય છેકે એલઆરડીની પરીક્ષા પેપરલીંક કાંડના કારણે પહેલેથી જ પંકાયેલી છે. ત્યારે પરીક્ષા લઇ લેવાયા બાદ પણ આ પરીક્ષા પર આવી પડેલી પનોતી દૂર થવાનું નામ લઇ રહી નથી. ત્યારે હાલમાં એક ડુપ્લીકેટ લીંકમાં એલઆરડી પેપરના પરિણામો હોવાની ચર્ચા વહેતી થતા તંત્રએ સ્પષ્ટતા કરવી પડી છેકે હજુ એલઆરડીના પરિણામો તૈયાર કરવાના બાકી છે. જેથી કોઇએ આ લીંકની વાતને માનવી નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter