GSTV
Home » News » લોકરક્ષકની પરીક્ષાની સત્તાવાર થઈ જાહેરાત : બસમાં મુસાફરી થશે ફ્રી, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

લોકરક્ષકની પરીક્ષાની સત્તાવાર થઈ જાહેરાત : બસમાં મુસાફરી થશે ફ્રી, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે તા. ર ડિસેમ્બર-ર૦૧૮ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.  આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના ૮.૭પ લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.  હવે સરકારે નવી તારીખની જાહેરાત કરી છે. 6 જાન્યુઅારીએ LRDની પરીક્ષાની સત્તાવાર જાહેરાત થઈ છે. પેપર લીક મામલે થઈ રહેલી તપાસની સીએમ વિજય રૂપાણી સતત દેખરેખ રાખી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. જેમાં સીએમ રૂપાણીએ પેપર લીકના કોઈપણ આરોપીને ન છોડવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે પોલીસ પકડમાં આવેલા યશપાલ સોલંકીની તપાસ અગે માહિતી મેળવી હતી. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં પેપર લીક મામલે ચાર વખત બેઠક મળી છે. આ કૌભાંડમાં પોલીસ અેલર્ટ બની છે.

રૂપાણી સરકારની આબરૂનું ધોવાણ થતાં સીઅેમ આ બાબતે સીધી નજર રાખી રહ્યાં છે. અા પ્રકરણમાં ભાજપના નેતાઓ પણ સામેલ હોવાથી પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. મોટાપાયે આ ઘટનાની ભાજપને રાજકીય નુક્સાન થવાની સંભાવનાને પગલે ભાજપ અા પ્રકરણમાં સતત અેલર્ટ છે. સરકારે ઉમેદવારોને થયેલા ખર્ચને આપવાને બદલે બસમાં મુસાફરી ફ્રી કરી દીધી છે.

LRDની પરીક્ષા અંગે જીઅેસટીવીએ ગઈકાલે જ આ તારીખ જાહેર કરી હતી

આગામી તા. ૬/૧/ર૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે – ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.  રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક  વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬/૧/ર૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

પોલીસ દિલ્હી સુધીનો ધક્કો ખાશે

પેપર લીક કેસમાં ત્રણ આરોપીઓને લઇને પોલીસે રિકન્સ્ટ્રકશનની કવાયત હાથ ધરી છે. નરેન્દ્ર ચૌધરી.. અજય પરમાર.. અને પ્રિતેશ પટેલને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રકશનની કવાયત શરૂ કરી છે. પોલીસ આ આરોપીઓને વાયા સાબરકાંઠા દિલ્હી લઇ જવા રવાના થઇ છે. રસ્તામાં તેઓ જ્યાં ઉભા રહ્યા હતા ત્યાં તેમને ઉભા રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. પોલીસે પ્રાંતિજ ટોલ ટેક્સ પાસે પણ ઉભા રહીને સીસીટીવી ચેક કર્યા હતા.

નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે

રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી તા.૬/૧/ર૦૧૯ના યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ વિકાસ સહાયે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પેપર લીક થવાના મામલે ગત તા. ૨/૧ર/ર૦૧૮ના યોજાનાર પરીક્ષા મુલત્વી રાખીને હવે, નિર્દોષ – હોશિયાર – ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંતથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવો ધ્યેય પણ આ નવી પરીક્ષા તા. ૬/૧/ર૦૧૯ એ જાહેર કરવા પાછળ રાખેલો છે એમ પણ ભરતી બોર્ડ અધ્યક્ષે જણાવ્યું છે.
વિકાસ સહાયે એમ પણ જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.

Related posts

જૂનાગઢ સિવિલ કોર્ટના ચુકાદાનો અનાદર કરનાર શિક્ષણ વિભાગના અધિકારીની ગાડી સીલ

Nilesh Jethva

સુરતમાં કાયદાના ધજાગરા, પીએસઆઈએ જાહેરમાં તલવારથી કાપી કેક

Nilesh Jethva

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ વિલન બન્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!