GSTV

LRD ની ભરતીની પ્રક્રિયા ફરી એક વખત વિવાદ સર્જાયો: સરકારી વેબસાઈટ ઓજસ અને સરકારી મોબાઈલ એપ્લિકેશન ઓજસમાં બતાવવામાં આવેલી તારીખમાં તફાવત

LRD Physical Test

Last Updated on November 27, 2021 by Pravin Makwana

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજિત એલ.આર.ડી ની ભરતી પ્રકરીયામાં તમામ ઉમેદવારોની આશા છે કે કોઈ છીદા થાય નહીં તેવી પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે સરકારી વેબસાઈટ ઓજસ અને ઓજસની મોબાઈલ એપ્લિકેશનમાં વિભિન્નતા જોવા મળી રહી છે એક જ ઉમેદવારની શારીરિક કસોટીઓની તારીખમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

ઓજસની સરકારી વેબસાઈટમાં એક જ ઉમેદવારની શારીરિક કસોટીની તારીખ જે બતાવાવમાં આવી રહી છે, તેના તેજ ઉમેદવારની શારીરિક કસોટી માટેની તારીખ મોબાઈલ એપલિકેશનમાં અલગ બતાવી રહી છે. વર્ષ 2018 ના 02 જી ડિસેમ્બર મહિનામાં LRDના પોણા નવ લાખ વિધાયર્થીઓ પરીક્ષા આપવાના હતા અને LRD ભરતી નું પેપર લીક થયું હતું. ત્યારબાદ સિલસલા બદ્ધ રીતે 45 આરોપીઓની તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી હતી. બાદમાં ભરતી બોર્ડ દ્વારા જનતાને એવી બાંહેધરી આપવામાં આવી હતી કે આગામી એક પણ ભરતી અને તેમાંય LRD ની ભરતીમાં ભવિષ્યમાં કોઈ ક્ષતિ નહિ સર્જાય પરંતુ આ વખતે ફરી એક વખત LRD ની ભરતી પ્રકરીયામાં ખામી જોવા મળી આવી છે.

પ્રતિકાત્મક તસ્વીર

સરકારી વેબસાઈટ અને સરકારી મોબાઈલ એપ્લિકેશન ઓજસમાં શારીરિક કસોટીઓના સ્થળ તો એક જોવા મળી રહ્યા છે પરંતુ શારીરિક કસોટીઓ માટેની તારીખમાં વિભિન્નતા જોવા મળી રહી છે જેના પગલે બે વર્ષથી રાહ જોઇને બેઠેલા યુવાનો ફરી ચિંતાતુર થયા છે અને અવઢવની સ્થતિમાં મુકાઈ ગયા છે કે હવે સાચી તારીખ કઈ માનવી વેબસાઈટમાં જે તારીખ બતાવે છે તેને સાચી ગણવી કે પછી મોબાઈલ એપ્લિકેશનમાં જે તારીખ બતાવે છે તેને સાચી ગણવી.

હાલ નિદ્રાધીન બનેલું સરકારી તંત્ર ને આ બાબતની જાણ સુધ્ધાય નથી કે એક નાનકડી ભૂલ કેટલી મોટી સમસ્યા ઉત્પન કરી શકે છે.ઉલ્લેખનીય છે આ ચાલુ વર્ષના 12 મહિનાથી ફરી એક વખત LRD ની ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહીં છે, જેમાં 11 લાખ કરતા વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાઈ ચુક્યા છે, ત્યારે સરકારી વિભાગ નિજ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં આ પ્રકારની ભૂલથી ઉમેદવારોની સ્થિતિ જાયે તો કહા જાયે તેવી થઈ ગઈ છે.

READ ALSO

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!