GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ બેંકથી લઇને LPG સુધી આજથી થયા આ 5 મોટા બદલાવ, જાણો તમારા ખિસ્સા અને જીવન પર પડશે કેવી અસર

બદલાવ

Last Updated on May 1, 2021 by Bansari

1 મે ​​2021 થી એટલે કે આજથી ઘણા મોટા ફેરફારો થવાના છે. આ બદલાવની અસર સામાન્ય લોકોના જીવન અને ખિસ્સા પર પડશે. ચાલો આપણે જાણીએ કે 1 મેથી, બેંકિંગ અને વીમા સંબંધિત ઘણા નિયમો બદલાઇ રહ્યા છે. આ સિવાય અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ ફેરફાર થઇ રહ્યાં છે. તે જ સમયે, કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો પણ આજથી ઘણા રાજ્યોમાં શરૂ થવા જઈ રહ્યો છે. અને કેટલાક રાજ્યો એવા છે જ્યાં રસીના અભાવને કારણે તે મુલતવી રાખવામાં આવી છે. ચાલો આપણે તમને 1 લી મેથી બદલાતા આ નિયમો વિશે, જે તમને અસર કરી શકે છે …

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે

બદલાવ

આજથી ઘણા રાજ્યોમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો પણ શરૂ થવા જઈ રહ્યો છે. અને કેટલાક રાજ્યો એવા છે જ્યાં રસીના અભાવને કારણે તે મુલતવી રાખવામાં આવી છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ શરૂ થશે. આ માટે, કોવિન દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમે ઇચ્છો તો તમે આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ગરીબોને 1 મેથી વિના મૂલ્યે અનાજ મળશે

રેશનકાર્ડ

કોરોના સમયગાળામાં ગરીબોને કોઈ તકલીફ ન પડે તે માટે વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના ફરીથી લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર ગરીબોને 1 મેથી 5 કિલો અનાજ વિના મૂલ્યે આપશે. સરકારની આ યોજનાનો 80 કરોડ લોકોને લાભ મળશે.

ગેસ સિલિન્ડરના ભાવ

નિયમો

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1લી મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.

એક્સિસ બેંકમાં થવા જઇ રહ્યો છે આ ફેરફાર

એક્સિસ બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટેના નિયમોમાં 1 મેથી બદલાવ થઇ રહ્યો છે. 1 મેથી ફ્રી લિમિટ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડ પર, વર્તમાન સમયની તુલનામાં ડબલ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય બેંકે અન્ય સેવાઓ માટેના ચાર્જમાં વધારો કરી દીધો છે. ચાલો તમને જણાવી દઈએ કે એક્સિસ બેન્કે 1 મે 2021 થી મિનિમમ બેલેન્સની મર્યાદામાં વધારો કર્યો છે. એક્સિસ બેંકની ઇઝી સેવિંગ્સ સ્કીમ્સ વાળા એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સ આવશ્યકતા 10,000 રૂપિયાથી વધારીને 15,000 કરવામાં આવી છે.

ઇરડાએ પોલિસીની કવર રકમ બમણી કરી

પોલીસી

તમને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર વચ્ચે, વીમા નિયમનકાર ઇરડાએ આરોગ્ય સંજીવની પોલીસીની કવર રકમ બમણી કરવાની સૂચના આપી છે. વીમા કંપનીઓએ 1 મે સુધીમાં 10 લાખ રૂપિયા સુધીની કવરની પોલિસી આપવાની રહેશે. આ સિવાય ગયા વર્ષે 1 એપ્રિલથી શરૂ થઈ રહેલી આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પોલિસીની મહત્તમ કવરેજ મર્યાદા ફક્ત 5 લાખ રૂપિયા સુધીની હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!