1 ડિસેમ્બર 2020 થી સામાન્ય માણસના જીવનને લગતા ઘણા ફેરફારો થવાના છે. આમાં, આરટીજીએસ, રેલ્વે અને ગેસ સિલિન્ડરથી સંબંધિત ઘણા નિયમો બદલાશે, જેની સીધી અસર તમારા જીવન પર પડશે. જણાવી દઇએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમો કેશ ટ્રાન્સફર લગતા છે. આ સિવાય સરકારી ઓયલ કંપનીઓ દર મહિને ગેસના રેટ્સ અપડેટ કરે છે. ચાલો આ નિયમો તમને જણાવીએ-
1. RTGS સુવિધાનો લાભ

વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરથી, તમારી બેંક પૈસાના વ્યવહારોને લગતા આ નિયમને બદલશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) 24x7x365 ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ડિસેમ્બર 2020 થી લાગુ થશે. મતલબ કે હવે તમે RTGS દ્વારા ચોવીસ કલાક પૈસા ટ્રાન્સફર કરી શકશો. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

2. પ્રીમિયમમાં કરી શકશો ફેરફાર

હવે 5 વર્ષ પછી, વીમાધારક પ્રીમિયમની રકમ 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે, અડધા હપ્તા સાથે પણ તે પોલિસી ચાલુ રાખી શકશે.
3. 1 ડીસેમ્બરથી અનેક નવી ટ્રેનો દોડાવવામાં આવશે

તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે 1 ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેનો ચલાવશે. જણાવી દઇએ કે કોરોના સંકટ વચ્ચે પણ રેલ્વે ઘણી નવી વિશેષ ટ્રેનો સતત ચલાવી રહી છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. આમાં જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ બંને શામેલ છે.
બંને ટ્રેનો સામાન્ય કેટેગરી હેઠળ ચલાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુ તાવી પુના જેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેઇલ સ્પેશ્યલ દરરોજ ચાલશે.
4. LPGના ભાવ બદલાશે

દર મહિનાની પ્રથમ તારીખે સરકાર LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એટલે કે, 1 ડિસેમ્બરે, રસોઈ ગેસના ભાવ દેશભરમાં બદલાશે. છેલ્લા મહિનાઓથી આ કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Read Also
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો