GSTV
Gujarat Government Advertisement

LPGથી લઇને લોનની EMI સુધી આજથી લાગુ થઇ રહ્યાં છે આ બદલાવ, આમ આદમીથી લઇને વેપારીઓ પર થશે અસર

emi

Last Updated on September 2, 2020 by pratik shah

Changes from 1st September: દેશમાં 1 સપ્ટેમ્બરથી એટલે કે આજથી કેટલાંક મહત્વપૂર્ણ બદલાવ થવા જઇ રહ્યાં છે. આ રોજિંદા જીવન સાથે સંબંધિત ફાઇનાન્સ સુધી જોડાયેલા છે. આ બદલાવોમાં લોકડાઉન હટાવાના ચોથા ચરણ એટલેકે અનલોક-4ના નિયમ પણ સામેલ છે. આ ઉપરાંત સરકારે કેટલીક નવી જોગવાઇનું એલાન ઓગસ્ટ મહિનામાં કર્યુ હતુ. જે આજથી લાગુ થવા જઇ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે આગામી મહિને શું-શું ફેરફાર થવા જઇ રહ્યાં છે.

LPG સિલિન્ડરના ભાવમાં બદલાવ

દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં બદલાવ થાય છે. 1 ઓગસ્ટે LPGની કિંમતોમાં ફક્ત કલકતામાં બદલાવ થયો હતો અને નૉન સબ્સિડાઇઝ્ડ રાંધણ ગેસ LPG સિલિન્ડર માટે તે વધીને 621 રૂપિયા થઇ ગયો હતો. સાથે જ દિલ્હીમાં 14 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમત 594 રૂપિયા, મુંબઇમાં 594 રૂપિયા અને ચેન્નઇમાં 610.50 રૂપિયા પર સ્થિર રહ્યી હતી.ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG  ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price 01 September 2020)ની કિંમતોમાં મોટી રાહત મળી છે. ઑયલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPC, IOC)એ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IOCની વેબસાઇટ પર આપવામાં આવેલી કિંમતો અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG ગેસ સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો છે.

મોંઘી થશે હવાઇ સેવા

ફ્લાઇટ્સ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી એટલે કે આજથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રીઓ પાસેથી વધુ ઉડ્ડયન સુરક્ષા ફી (ASF) વસૂલવાનો નિર્ણય લીધો છે. તેનાથી હવાઇ યાત્રા વધુ મોંઘી બની જશે. આગામી મહિનાથી ઘરેલૂ હવાઇ યાત્રીઓએ ASF તરીકે 150 રૂપિયાના બદલે 160 રૂપિયા ચુકવવા પડશે. સાથે જ આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ એક સપ્ટેમ્બરથી 4.85 ડોલરના બદલે 5.2 ડોલર ASF ચુકવવો પડશે. વિમાન કંપનીઓ ટિકિટ બુકિંગ સમયે ASF વસૂલીને સરકારને જમા કરાવે છે. આ રાશિનો ઉપયોગ દેશભરના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર કરવામાં આવે છે.

અનલોક 4

સ્કૂલ

દેશમાં આથી અનલોક 4ની શરૂઆત થવા જઇ રહી છે. અનલોક 4માં શું ખુલશે અને શું નહી, તેના વિશે તમામ ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન્સ જારી થવાની બાકી છે. તેના જ આધારે રાજ્ય સરકાર પણ પોતાના ત્યાં ગાઇડલાઇન્સ જારી કરશે. જો કે બની શકે છે કે અનલોક 4માં દિલ્હી મેટ્રોની સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવે. દેશમાં મેટ્રો સર્વિસ માર્ચમાં લોકડાઉન લાગુ થયા બાદથી બંધ છે. જો કે દિલ્હીમાં હાલ સ્કૂલ-કોલેજ નહી ખુલે.

GST ચુકવવામાં વિલંબ ભારે પડશે

સરકારે કહ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTની ચુકવણીમાં વિલંબની સ્થિતિમાં એક સપ્ટેમ્બરથી કુલ ટેક્સ ચુકવણી પર વ્યાજ લાગુ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગે જીએસટી ચુકવવામાં વિલંબ કરવા પર 46000 કરોડ રૂપિયાના બાકી વ્યાજની વસૂલીના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્યાજ કુલ ચુકવવા પાત્ર રકમ પર લગાવવામાં આવ્યું હતુ.

લોન મોરેટોરિયમનો લાભ નહી

આરબીઆઇ દ્વારા ઘોષિત લોન મોરેટોરિયમ એટલે કે ઇએમઆઇ મૂલતવી રાખવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ હતી. લોકડાઉનમાં લોન લેનારાઓને રૂપિયાની અછતના કારણે રાહત આપવા માટે આરબીઆઇએ લોન મોરેટોરિયમનું એલાન કર્યુ હતુ. પ્રથમ ત્રણ મહિના માટે આ એલાન કરવામાં આવ્યું હતુ. જેને વધુ ત્રણ માસ માટે આગળ વધારવામાં આવ્યું. એટલે કે હવે 6 મહિનાની લોન મોરેટોરિયમ રાહત 31 ઓગસ્ટે પૂરી થઇ રહી છે.   

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!