GSTV

LPG Subsidy : LPG સિલિન્ડર પર જોઈએ છે સબસિડી, તો ફટાફટ આજે જ કરો આ કામ

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

રસોઈ ગેસ એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. સબસિડી તરીકે ગ્રાહકોના ખાતામાં પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા આવવા લાગ્યા છે. જો તમે પણ LPG સિલિન્ડર ખરીદો છો અને તમારા બેંક ખાતામાં સબસિડી નથી આવતી તો તમારા માટે કામના સમાચાર છે.

LPG

જો તમને સબસિડી નથી મળી રહી, તો તેનું મુખ્ય કારણ એ છે કે LPG ID એકાઉન્ટ નંબર સાથે લિંક નથી. આ માટે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યા જણાવો. તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

કોને મળે છે સબસિડી

રાજ્યોમાં એલપીજીની સબસિડી અલગ છે, જે લોકોની વાર્ષિક આવક રૂ. 10 લાખ કે તેથી વધુ છે, તેમને સબસિડી આપવામાં આવતી નથી. 10 લાખ રૂપિયાની આ વાર્ષિક આવક પતિ-પત્ની બંનેની આવક મિલાવીને થાય છે.

જાણો કેટલી મળે છે સબસિડી

વર્તમાન યુગમાં ઘરેલું ગેસ પરની સબસિડી ઘણી ઓછી રહી છે. ગ્રાહકોને હવે ખાતામાં સબસિડી તરીકે રૂ. 79.26 મળી રહ્યા છે. એક સમયે 200 રૂપિયા સુધી સબસિડી મળતી હતી જે હવે ઘટીને 79.26 રૂપિયા થઈ ગઈ છે. જોકે, કેટલાક ગ્રાહકોને રૂ. 158.52 અથવા 237.78 (LPG સબસિડી)ની સબસિડી મળી રહી છે.

આ રીતે જાણો તમારું સ્ટેટસ

http://mylpg.in/પર જાઓ અને તમારું LPG ID દાખલ કરો.

તમે જે OMC LPG નો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે તમારે જરૂરી માહિતી આપવી પડશે.

તમારું 17 અંકનું LPG ID દાખલ કરો અને મોબાઇલ નંબર રજીસ્ટર કરો.

હવે કેપ્ચા કોડ દાખલ કરો અને આગળ વધો પર ક્લિક કરો

તમારા આપેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

હવે તમારે તમારું ઈમેલ આઈડી એન્ટર કરવું પડશે અને પાસવર્ડ બનાવવો પડશે

એકવાર થઈ ગયા પછી તમને તમારા ઈમેલ આઈડી પર એક લિંક મળશે. તમારા મેઇલ પર ગયા પછી, તમારે તે લિંક પર ક્લિક કરવાનું રહેશે.

હવે mylpg.in એકાઉન્ટમાં લોગીન કરો અને પોપ અપ મેસેજમાં તમારી વિગતો લખો.

હવે સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી/સબસિડી ટ્રાન્સફર ઓપશન પર ક્લિક કરો.

ALSO READ

Related posts

Vastu Tips/ જોબ-બિઝનેસમાં આવક થશે ડબલ, બસ કરવાના રહેશે વાસ્તુના આ સરળ ઉપાય

Damini Patel

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!