GSTV

ખુશખબર/ આ મહિનાથી ફરી શરૂ થશે LPG સિલિન્ડર પર સબસિડી, મળશે આટલા રૂપિયાની છૂટ

lpg

Last Updated on November 25, 2021 by Bansari

LPG Subsidy: આજે સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. એક તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, તો બીજી તરફ આ વધતા ભાવે રસોડાના બજેટને સંપૂર્ણપણે બગાડી દીધું છે. તે જ સમયે, લોકોને છેલ્લા કેટલાક સમયથી તેમના બેંક ખાતામાં સબસિડીની રકમ મળી નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને લાંબા સમયથી સબસિડીના પૈસા મળ્યા નથી, તો કેન્દ્ર સરકાર તેને ફરીથી શરૂ કરવા પર વિચાર કરી રહી છે. એટલે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં છૂટ આપ્યા બાદ રસોડામાં થોડી રાહત આપી શકે છે.

LPG

સમગ્ર દેશમાં ફરી શરૂ થઈ શકે છે LPG પરની સબસિડી

એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારના નાણા મંત્રાલય પાસે એક પ્રસ્તાવ આવ્યો છે, જેના પર હાલમાં ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ઝારખંડ, પૂર્વોત્તર રાજ્યો, છત્તીસગઢ, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો, ઝારખંડ અને આંદામાનમાં LPG પર સબસિડી આપવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે, ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં LPG પરની સબસિડી ફરી શરૂ થઈ શકે છે.

lpg

303 રૂપિયાની છૂટ શક્ય

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગેસ ડીલરોને મળેલા સંકેતો અનુસાર સરકાર LPG સિલિન્ડર પર 303 રૂપિયા સુધીની રાહત આપવાનું વિચારી રહી છે. એટલે કે, જો તમે અત્યારે 900 રૂપિયામાં વેચાતુ ઘરેલું ગેસ સિલિન્ડર તમને 587 રૂપિયા સુધી મળી શકે છે. જણાવી દઈએ કે, છેલ્લી વખત આ સબસિડી વર્ષ 2020 ના એપ્રિલમાં 147.67 રૂપિયા મળી હતી. પરંતુ, ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 731 રૂપિયા હતી અને જે સબસિડી પછી 583.33 રૂપિયા મળી રહી હતી. એટલે કે ત્યારથી લઈને અત્યાર સુધી ઘરેલું ગેસ સિલિન્ડર 205.50 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડર 655 રૂપિયા મોંઘો થયો છે.

તમને LPG સબસિડી કેવી રીતે મળશે?

જો તમારી પાસે ગેસ કનેક્શન છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખો કે તમારે પહેલા તમારા ગેસ કનેક્શન સાથે તમારો આધાર કાર્ડ નંબર લિંક કરવો પડશે. આમ કરવાથી, તમને સબસિડીના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઇ જશે. નોંધનીય છે કે, એવી ઘણી રીતો છે જેની મદદથી તમે તમારા ગેસ કનેક્શન સાથે તમારા આધાર નંબરને લિંક કરી શકો છો.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!