GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ LPG પર મળનારી સબ્સિડી થઈ શકે છે બંધ, જાણો સરકારે આવું શા માટે કર્યું

lpg

Last Updated on February 8, 2021 by Ankita Trada

નાણામંત્રાલયે નાણાકિય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબ્સિડીને ઘટાડી 12,995 કરોડ રૂપિયા કરી દીધી છે. તો આ બજેટમાં સરકારે કહ્યું છે કે, ઉજ્જવલા સ્કીમ હેઠળ લાભાર્થિયોની સંખ્યા 1 કરોડ સુધી કરવામાં આવશે. સરકારને આશા છે કે, LPG સિલેન્ડરની કિંમતોમાં વધારો કરવાથી તેના પર સબ્સિડીનો બોઝ ઓછો થશે. માહિતી પ્રમાણે, એક સરકારી અધિકારીએ કહ્યું છે કે, સરકાર સબ્સિડીને ખત્મ કરવાની દિશામાં વધી રહી છે. આ જ કારણ છે કે, કેરોસિન અને LPG ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

LPG પર સબ્સિડી મેળવવા માટે શું આધાર છે જરૂરી

જણાવી દઈએ કે, છેલ્લા વર્ષે પણ LPG ના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલના ભાવમાં વધારાની સરખામણીમાં જોઈએ તો આ ઓછુ છે. આગામી વર્ષે પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. ખુદરા એન્જીન વિક્રેતા જ LPG સિલેંડર્સના ભાવને રિવાઈજ કરે છે. LPG ના આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને ડોલરની સરખામણીએ રૂપિયાનું એક્સચેંટ રેટ પર નિર્ભર કરે છે. સરકાર LPG માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરની હેઠળ સીધા લાભાર્થિયોના ખાતામાં સબ્સિડીની રકમ મોકલે છે. જ્યારે કેરોસિનને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ થકી ડિસ્કાઉન્ટ દર પર વેંચવામાં આવે છે.

lpg

LPG પર સબ્સિડી મળશે કે નહીં, આ રીતે કરો ચેક

15 માં નાણાકિય આયોગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઉપાયો બાદ જોઈએ તો પેટ્રોલિયમ સબ્સિડી થકી રાજસ્વ પ્રાપ્તિ 2011-12ના 9.1 ટકાની સરખામણીમાં ઘટીને નાણાકિય વર્ષ 2018-19માં આ 1.6 ટકા પર આવી ગઈ છે. GDP ના હિસાબથી આ 0.8 ટકાથી ઘટીને 0.1 ટકા પર આવી ગયો છે. તો 2011-12 માં કેરોસિન સબ્સિડી 28,215 કરોડ રૂપિયા હતી. જે નાણાકિય વર્ષ 2020-21ના બજેટ અનુમાનમાં ઘટીને 3,659 કરોડ રૂપિયા પર આવી ચૂકી છે.

LPG પર સબ્સિડી કોરોનાકાળણાં શૂન્ય થઈ ગઈ, ખાતરો પર 29.6 ટકા ઓછી કરી દીધી

નાણાકિય આયોગને પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે, ઉજ્જવલા સ્કીમથી LPG સબ્સિડીનો બોઝ વધી શકે છે, પરંતુ સબ્સિડી સ્કીમને ગરીબ વર્ગ સુધી જ સીમિત રાખવામાં આવે છે અથવા સબ્સિડીવાળા સિલેંડરોંની સંખ્યાને કેપ કરી આ બોઝને ઓછો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના 1 મે 2016ના લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ ગરીબ રેખાથી નીચે જીવન વિતાવનાર પરિવારોને LPG કનેક્શન માટે 1,600 રૂપિયા આપવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana

સાવધાન/ ભૂલથી પણ આ લિંક પર ના કરતા ક્લિક, નહીં થઈ જશો કંગાળ, SBI એ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Harshad Patel

પરિણામ / ઈરાનના નવા રાષ્ટ્રપતિ હશે ઇબ્રાહિમ રઈસી, ઇતિહાસનું સૌથી ઓછું મતદાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!