GSTV
Gujarat Government Advertisement

LPG સબસિડી ખતમ થઈ જશે કે મળતી રહેશે? કંફ્યુઝ ન થતા, અહીં વાચો સરકારે શું આપ્યો જવાબ

Last Updated on February 11, 2021 by Mansi Patel

LPG એટલેકે, રસોઈ ગેસ સબસિડીને લઈને આ દિવસોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સરકાર તેને ખતમ કરી શકે છે. બજેટમાં પેટ્રોલિયમ સબસિડીમાં ઘટાડાને તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ થયા બાદથી લોકોના મનમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ખાસ કરીને એલપીજી સબસિડી અંગે ઘણી વાતો ચાલી રહી છે. તેના પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો છે.

હકીકતમાં, નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડી ઘટાડીને રૂ.12,995 કરોડ કરી દીધી છે, ત્યારબાદ આ ચર્ચાઓ વધુ મજબુત થઈ હતી કે સબસિડીને રદ કરી શકાય છે. જો કે સરકારે આ શંકાઓ અને ચર્ચાઓ પર રોક લગાવી છે અને કહ્યું છે કે રસોઈ ગેસ પર સબસિડી ચાલુ છે. તે બંધ કરવામાં આવી નથી.

પેટ્રોલિયમ મંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી

કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) નો હવાલો આપતા રાજ્યસભામાં કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી સુધી એલપીજી ગ્રાહકોએ 1.08 કરોડની સબસિડી લીધી છે. એલપીજી સહિત અન્ય પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવો પર તેમણે કહ્યું કે તેમના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા છે. તેમ  હોવા છતાં, સરકાર સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકો માટે સબસિડી આપે છે.

રાજ્યસભામાં લેખિત જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે એલપીજી ગ્રાહકો ડિસ્કાઉન્ટ દરે આ ઉત્પાદનો મેળવે છે. કિંમતો અંગે તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પાદનના ભાવમાં વધારો અને ઘટાડાની સાથે સરકારના નિર્ણય મુજબ ઘરેલું સબસિડીવાળા એલપીજી પર સબસિડી વધતી અને ઓછી થઈ રહી છે.

lpg

યોજના ગરીબ સુધી મર્યાદિત હોવી જોઈએ, સબસિડીનો ભાર ઓછો થશે

જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના 1 મે, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ગરીબી રેખા હેઠળના પરિવારોને એલપીજી કનેક્શન માટે રૂ.1,600 આપવામાં આવે છે. તેમને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા છે. 15 મા નાણાપંચના અહેવાલ મુજબ, પેટ્રોલિયમ સબસિડી દ્વારા થતી આવક આવક વર્ષ 2011-12નાં 9.1 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2018-19માં તે 1.6 ટકા થઈ ગઈ છે. તેની સીધી અસર જીડીપી પર પડે છે.

વર્ષ 2011-12માં કેરોસીન પર સબસિડી 28,215 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ અંદાજમાં રૂ.3659 કરોડ થઈ ગઈ છે. આયોગનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધવાની  LPG Subsidyનું ભારણ વધુ વધી શકે છે. તેમ છતાં તે ફક્ત ગરીબ લોકો સુધી મર્યાદિત હોવું જોઈએ, સબસિડીવાળા સિલિંડરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ ભારણ ઘટાડી શકાય છે.

સબસિડીનો ખતમ કરવી, ગંભીર અને રાજકીય વિષય

એનર્જી નિષ્ણાત નરેન્દ્ર તનેજા કહે છે કે સબસિડી એક ગંભીર અને રાજકીય વિષય છે. આ અંગે દાયકાઓથી રાજકારણ થઈ રહ્યું છે. જ્યાં સુધી સબસિડી દૂર કરવાનો અથવા તેને ભવિષ્યમાં સમાપ્ત કરવાનો નિર્ણય લેવાનો છે, તે કોઈ અધિકારીના અધિકારક્ષેત્રની વાત નથી. જ્યારે પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે ત્યારે સરકાર લેશે. જે પણ પક્ષ સત્તામાં રહેશે, જે લોકો હશે, તેઓ સબસિડીને રહેવા દે છે કે તેનો અંત લાવશે કે કેમ તે નક્કી કરશે.

સબસિડીનો અર્થ એ છે કે જે વ્યક્તિ જરૂરિયાતમંદ છે અને તે કોઇપણ ચીજવસ્તુ પરવડી શકે નહીં, તો સરકાર માને છે કે તેને સબસિડી આપવામાં આવે. યુ.એસ. માં, ખેડૂતોને 50 અબજ ડોલર સબસિડી આપવામાં આવે છે. તે એક સમૃદ્ધ દેશ છે, પરંતુ કોરોના રસી દરેકને મફતમાં આપવામાં આવશે. ત્યાંની સરકારે નિર્ણય કર્યો છે.

હવે કહો કે અહીં ઇન્ટરનેટ ડેટા પેક સસ્તા છે, આવતીકાલે તે ખૂબ મોંઘો થઈ જશે અને જો સરકારને લાગે કે તે લોકોને ઉપલબ્ધ હોવી જોઈએ તો તેના પર સબસિડી શરૂ થઈ શકે છે. જ્યાં સુધી દેશમાં એવા લોકોને છે કે જેને સબસિડીની જરૂર હોય… ત્યાં સુધી કોઈપણ સરકાર આવે ત્યાં સુધી સબસિડી આપવાની રહેશે. એ કહેવું જુદું ફિલસૂફી છે, ભવિષ્યમાં સબસિડી ખતમ થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!