GSTV
Business Trending

LPG Subsidy/ રસોઈ ગેસ સિલિન્ડર પર મળી રહી છે સબસિડી, તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહિ આ રીતે કરો ચેક

LPG

રસોઈ ગેસ સિલિન્ડર પર એક વાર ફરીથી સરકાર તરફથી સબસિડી આપવામાં આવી રહી છે. ગ્રાહકોના ખાતામાં સબસિડીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ હવે એલપીજી ગેસ ઉપભોક્તાને 79.26 રૂપિયાથી લઇ 237.78 રૂપિયા સુધી પ્રતિ સિલિન્ડર સબસિડીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. એવામાં તમે પણ બેન્ક ખાતા ચેક કરી લો કે સબસિડીના પૈસા આવ્યા છે કે નહિ.

સબસિડીની સમસ્યા હતી

LPG ગેસ ગ્રાહકોને સબસિડી તરીકે પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા મળી રહ્યા છે. ઘણા લોકો મૂંઝવણમાં હતા કે સબસિડીમાં કેટલા પૈસા મળે છે. લોકોને સબસિડીમાં 79.26 રૂપિયા મળી રહ્યા છે જ્યારે કેટલાકને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયા મળ્યા છે.

તમને સબસિડી મળી રહી છે કે નહીં તે ઘરે બેઠા તપાસો

LPG
  • સૌથી પહેલા તમારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર જવું પડશે.
  • હવે તમારે સબસિડી Status અને Proceed પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે સબસિડી રિલેટેડ (PAHAL) ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારે સબસિડી નોટ રિસીવ્ડ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને એલપીજી આઈડી એન્ટર કરવાનું રહેશે.
  • તે પછી તેને ચકાસીને સબમિટ કરો.
  • આ પછી તમને સંપૂર્ણ માહિતી સામે આવશે.

આ લોકોને એલપીજી સબસિડી મળે છે

lpg

રાજ્યોમાં એલપીજીની સબસિડી અલગ છે, જે લોકોની વાર્ષિક આવક રૂ. 10 લાખ કે તેથી વધુ છે, તેમને સબસિડી આપવામાં આવતી નથી. 10 લાખની આ વાર્ષિક આવક પતિ-પત્ની બંનેની આવક સહિતની હોવી જોઈએ.

14 કિલોના સિલિન્ડરનું વજન ઓછું હોઈ શકે છે

કેન્દ્ર સરકાર ઘરેલુ એલપીજી સિલિન્ડરનું વજન ઘટાડવાની તૈયારી કરી રહી છે. 14.2 કિલો વજનના ગેસ સિલિન્ડર (એલપીજી ગ્રાહકો)ના પરિવહનમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.

Read Also

Related posts

પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત

GSTV Web Desk

અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા

Akib Chhipa

અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ

GSTV Web Desk
GSTV