GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ હવે કોઇપણ ગેસ એજન્સીમાંથી કરાવી શકાશે LPG રિફિલ! બુકિંગની પ્રોસેસ પણ છે સરળ

lpg

Last Updated on April 27, 2021 by Bansari

LPG ગેસ સિલિન્ડરના નવા કનેક્શન અને LPG સિલિન્ડરને રિફિલ કરવાને લઈને મોદી સરકાર હવે સામાન્ય માણસને મોટી રાહત આપવા જઈ રહી છે. સરકાર અને ઓઇલ કંપનીઓ LPG ગેસ બુકિંગ અને રિફિલની સંપૂર્ણ પ્રક્રિયા ગ્રાહકો માટે વધુ સરળ બનાવવા માટે વધુને વધુ કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં LPG બુકિંગ અને રિફિલ અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

LPG

ગ્રાહકો આસપાસની કોઈપણ ગેસ એજન્સી પાસેથી LPG બુક કરાવી શકશે

મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી સમયમાં ગ્રાહકો આસપાસની કોઈપણ ગેસ એજન્સી પાસેથી LPG બુક કરાવી શકશે. નવા નિયમો લાગુ થયા પછી, વિવિધ કંપનીઓના LPGનો તફાવત દૂર થશે. એટલે કે, જે એજન્સી સારી સેવા આપી રહી છે, ત્યાંથી સિલિન્ડર બુક કરાવી ઝડપી ડિલિવરી મેળવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે LPGના નવા નિયમોની ચર્ચા થઈ ત્યારે આ અંગે વિચારણા કરવામાં આવી હતી.

lpg

LPG બુકિંગની હાલની સિસ્ટમ લાગુ રહેશે

રિપોર્ટ અનુસાર, જો તમારી પાસે આઈઓસી સિલિન્ડર છે, તો તમે બીપીસીએલમાં પણ તેને ફરીથી રિફિલ પણ કરાવી શકો છો. ઇન્ડિયન ઓયલ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) એ ત્રણેય કંપનીઓ છે કે જે નવા નિયમને વહેલી તકે અમલમાં મૂકવા માટે વિશેષ પ્લેટફોર્મ બનાવે છે. આ માટે, LPG બુકિંગની હાલની સિસ્ટમ લાગુ રહેશે એટલે કે ઓટીપી સાથેની સિસ્ટમ રહેશે.

lpg

આ સિવાય સરકાર નાનો પરિવાર ધરાવતા સભ્યોને મોટી રાહત આપવાની યોજના બનાવી રહી છે. હવે તમે કોઈ સરનામાંના પુરાવા વિના 5 કિલોવાળા નાના ગેસ સિલિન્ડરનું કનેક્શન લઈ શકશો. તેનો સૌથી મોટો લાભ મહાનગરોમાં વસતા પરપ્રાંતિયોને થશે. તેમને તેમના માટે સરનામાંનો પુરાવો આપવાનું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, નવા નિયમો તેમના માટે સુવિધાજનક સાબિત રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!