GSTV
Home » News » ગૃહિણીઓ તૈયારી રાખજો, આવતા મહિનાથી બગડી શકે છે તમારા ઘરનું બજેટ!

ગૃહિણીઓ તૈયારી રાખજો, આવતા મહિનાથી બગડી શકે છે તમારા ઘરનું બજેટ!

નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ તમારા ઘરનું બજેટ બગડે તેવા એંધાણ હાલ લાગી રહ્યા છે. એપ્રિલ મહિનામાં CNG, PNG અને LPGની કિંમતોમાં વધારો થઈ શકે છે.

અહીં વાત અમ છે કે એપ્રિલ મહિનાથી કુદરતી ગેસની કિંમતમાં 18 ટકાનો વધારો થઈ શકે છે જેની સીધી અસર CNG, PNG અને LPGની કિંમતો પર થઈ શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, કુદરતી ગેસની કિંમતમાં આ ઉછાળો આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલી ડિમાન્ડના કારણે છે.

વર્તમાન ગેસ નીતિના કારણે સરકાર દર 6 મહિને કુદરતી ગેસની કિંમતો નક્કી કરે છે. ગયા એક વર્ષમાં કિંમતો બે વખત, 5.9 ટકા તેમજ 9.8 ટકા સુધી વધી હતી. આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ રહેશે તેવું દેખાઈ રહ્યું છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ઘરેલુ બજારમાં કુદરતી ગેસની કિંમતો ઈન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે નક્કી થાય છે. એવામાં સરકારી હસ્તક્ષેપ ન થઈ શકે છે. તો નવેમ્બર-ડિસેમ્બર બાદ ક્રૂડની કિંમતો પણ તેજીમાં છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ક્રૂડમાં 7 ટકાનો વધારો થયો છે જેની અસર LPGની કિંમતો પર પણ પડ્યો છે.

Related posts

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar

‘ત્રણ હાથ જમીન જોઈતી હોય તો વંદેમાતરમ ગાવું પડશે’: ગિરીરાજ સિંહ

Mansi Patel

ઋત્વિકની પત્ની સાથે જોડાયું હતું આ એક્ટરનું નામ, લગ્ન કર્યા વિના બની રહ્યો છે પિતા

Path Shah