GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ આજથી આટલો સસ્તો થઇ ગયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરી લો નવા ભાવ

lpg

Last Updated on September 2, 2020 by pratik shah

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG  ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price 01 September 2020)ની કિંમતોમાં મોટી રાહત મળી છે. ઑયલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPC, IOC)એ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IOCની વેબસાઇટ પર આપવામાં આવેલી કિંમતો અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG ગેસ સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો છે.

જણાવી દઇએ કે તેની પહેલા જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામવાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા સુધી વધારવામાં આવી હતી. સાથે જ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઇ ગયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો હતો.

ચેક કરો નવા ભાવ (LPG Price in India 01 September 2020)

દેશની સૌથી મોટી ઑઇલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હીમાં સિલિન્ડરની કિંમત સ્થિર રહી છે. ગત મહિને એટલે કે ઓગસ્ટમાં જે ભાવ હતા. સાથે જ સપ્ટેમ્બર મહિના માટે રહેશે.

LPG

દિલ્હીમા 14.2 કિલોગ્રામવાળા સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમત 594 રૂપિયા પર સ્થિર છે. આ જ રીતે મુંબઇમાં સબસિડી વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. જો કે ચેન્નઇમાં કિંમતો 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટીને હવે 610 રૂપિયા પર આવી ગઇ છે. સાથે જ કલકત્તામાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 50 પૈસા પ્રતિ સિલિન્ડર વધી ગઇ છે.

  • 19 કિલોના LPG રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 2 રૂપિયા ઘટીને 1133 રૂપિયા પર આવી ગઇ છે.
  • કલકત્તામાં 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમત 1198.50 રૂપિયાથી ઘટીને 1196.50 રૂપિયા પર આવી ગઇ છે.
  • દેશની આર્થિક રાજધાની મુંહઇમાં 19 કિલોના LPG રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1091 રૂપિયાથી ઘટીને 1089 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગઇ છે.
  • દેશના ચોથા મહાનગર ચેન્નઇમાં 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમત 1253 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગઇ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!