GSTV

રાહતના સમાચાર / હવે સસ્તામાં બનશે ઘરની રસોઇ, LPGના વધી રહેલા ભાવની નો ટેન્શન

Last Updated on July 14, 2021 by Zainul Ansari

એલપીજી એટલે રસોઈ ગેસના વધી રહેલા ભાવે લોકોના કિચન બજેટ બગાડી દીધું છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ બીજી તરફ એલપીજીની કિંમત આકાશ આંબી રહી છે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 843 રૂપિયા છે. પરંતુ અહીં અમે તમને કેટલાક એવા વિકલ્પ અંગે જણાવીશું, જેનાથી તમે મોંઘા એલપીજીથી છૂટકારો મેળવી શકો છો.

LPG Subsidy

એલપીજીની સરખામણીમાં વીજળી યંત્ર સસ્તા

એલપીજીની સરખામણી ઇલેક્ટ્રિક કૂકર, ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રિક સ્ટોવ સાથે કરવામાં આવે તે ખૂબ જ સસ્તો છે. જ્યારે પીએનજી (પાઈપડ નેચરલ ગેસ) પણ એલપીજી કરતા લગભગ 60 ટકા સસ્તું પડી રહ્યું છે. વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના એસોસિએટ ડાયરેક્ટર દીપક શ્રીરામકૃષ્ણનના કહેવા પ્રમાણે હવે એલપીજી કરતા દિલ્હીમાં ઇલેક્ટ્રિક રસોઈ સસ્તી છે.

ઇલેક્ટ્રિક સ્ટોવનો ખર્ચ ઓછો

દિલ્હીમાં વીજળીનો દર પ્રતિ યુનિટ 8 રૂપિયા જ્યારે ગેસ સિલિન્ડરની કિંમત 843 રૂપિયા છે. આવી સ્થિતિમાં 10 લિટર પાણીને ઉકાળવા માટે 10.15 રૂપિયાના એલપીજીનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તે ઇલેક્ટ્રિક સ્ટોવ પર ગરમ કરવામાં આવે, તો 9.46 રૂપિયાની વીજળીનો વપરાશ થાય છે. આ રીતે તમે ઘણા રૂપિયા બચાવી શકો છો. એ પણ નોંધ લો કે જે રાજ્યોમાં વીજ સબસિડી આપવામાં આવી રહી છે. ત્યાં તેનો ખર્ચ પણ ઓછો થશે.

6 મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 140 રૂપિયાનો વધારો

નોંધનિય છે કે છેલ્લા છ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 140 રૂપિયાનો વધારો થયો છે, તેની સાથે જ એલપીજી પ્રતિ સિલિન્ડર 843 રૂપિયા પહોંચી ગયો છે. ઉપરાંત વર્ષ 2020માં સરકારે એલપીજી પર આપવામાં આવતી સબસિડી ખતમ કરી દીધી હતી. આને કારણે ગ્રાહકોને લગભગ સંપૂર્ણ કિંમત ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોનાં ખિસ્સા પર ઊંડી અસર પડી રહી છે.

પીએનજીને મળશે લાભ

એલપીજીના વધેલા ભાવે પીએનજીના વિકલ્પ માટે દબાણ કર્યું છે. ગ્રાહકો તેની તરફ આકર્ષિત થશે. એલપીજીના ભાવમાં વધારા પછી, એલપીજી અને પીએનજી વચ્ચેના ભાવનો તફાવત વધ્યો છે. કિલો કેલરીના સ્તરે સરખામણી કરીએ, તો પીએનજી હવે એલપીજી કરતા 60 ટકા સસ્તું થઈ ગયું છે. પરંતુ જો આપણે સુવિધાઓની વાત કરીએ, તો હાલમાં પીએનજી ગેસ વધુને વધુ લોકો સુધી પહોંચવું શક્ય નથી.

Read Also

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!