GSTV

ફટાફટ જાણી લો: શું આપના ખાતામાં પણ ઓછી આવી રહી છે ગેસ સબ્સિડી, આ રહ્યા તમામ સવાલોના જવાબ

કોરોના કાળમાં સામાન્ય જનતાને દરેક જગ્યાએ મોંઘવારીનો માર વેઠવાનો વારો આવ્યો છે. એક બાજૂ શાકભાજી અને પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. તો વળી બીજી બાજૂ સરકારે લોકોને જે સુવિધા આપી હતી, તેમાં પણ હવે ધીમે ધીમે કાપ મુકાઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, એપ્રિલ 2020માં એક ઘરેલી ગેસ સિલેન્ડર 785.50 રૂપિયામાં મળતો હતો, જેના પર બેંક ખાતામાં 199.10 રૂપિયા સબ્સિડી આવતી હતી. પણ હવે 40 રૂપિયાને 10 પૈસા જ આવી રહી છે. ત્યારે આના પર હવે સવાલ એ થાય છે કે, શું સરકાર ધીમે ધીમે સબ્સિડી હટાવા માગે છે, કે પછી એકદમ બંધ જ કરી દેશે ?

શું ગેસ સબ્સિડી ઘટાડી રહી છે સરકાર-

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, ઘરેલૂ સિલિન્ડરોમાં સબ્સિડી હટાવાનું એક કારણ વધતી જતી કાળાબજારીને માની શકાય. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોટા ભાગે એક વર્ષમાં 4 લોકોના એક પરિવારને સબ્સિડીવાળા 6-7થી વધારે સિલિન્ડરની જરૂર પડતી નથી. જ્યારે એલપીજી ગ્રાહકોને સબ્સિડી પર એક વર્ષમાં 12 સિલેન્ડર મળે છે. ત્યારે આવા સમયે અમુક લોકો સિલેન્ડરને બ્લેકમાં વેચી દેતા હોય છે. જેને રોકવા માટે સબ્સિડી પાછી ખેંચવામાં આવી રહી છે.

સબ્સિડી નથી હટી, તો પછી માગ શા માટે ઘટી ગઈ ?

એક માર્કેટ રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લા થોડાક મહિનામાં ઘરેલૂ સિલેન્ડરની માગ ઘટી ગઈ છે. જ્યારે માર્કેટિંગ રેટમાં મળતા સિલેન્ડરની માગમાં વધારો થયો છે. તેના કારણે સબ્સિડી અને સબ્સિડી વગરના સિલેન્ડરની કિંમતોમાં અંતર ખતમ થઈ ગયું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેટલાય શહેરોમાં ઘરેલૂ ગેસ સિલેન્ડરની માગમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માગને ઘણા બધા અંશે કોમર્શિયલ સિલેન્ડરે પુરો કરવાનું કામ કર્યુ છે.

માર્કેટ રેટમાં મળતો સિલેન્ડર બ્લેકમાં મળતા ઘરેલૂ સિલેન્ડરની સરખામણીએ ઘણી વાર સસ્તો પડે છે. એટલા માટે એ પણ જોવા મળ્યુ છે કે, ગ્રાહક વધારે ભાવ આપીને બ્લેકમાં સિલેન્ડર ખરીદવાની જગ્યાએ કમર્શિયલ ખરીદવાનું યોગ્ય સમજે છે.

શું સરકાર સબ્સિડી ખતમ કરી રહી છે ?

પ્રથમ સવાલ તો એ જ થાય કે, શું સરકાર સબ્સિડી ખતમ કરી રહી છે. જેનો જવાબ છે, સરકારે આવો કોઈ નીતિગત નિર્ણય લીધો નથી, તો પછી સવાલ એ છે કે, લોકોના ખાતામાં આવતી સબ્સિડી ઓછી કેમ થઈ ગઈ ? તો તેનો જવાબ છે કે, કંપની અને કંઝ્યૂમર્સની વચ્ચેનો પ્રશ્ન છે.

શું કાળાબજારી રોકવા માટે સબ્સિડી ઓછી કરી ?

એક રિપોર્ટમાં એ પણ વાત સામે આવી છે કે, કોઈ મોટા પાયે કાળાબાજારી થતી નથી, એટલા માટે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

તો પછી લોકોએ ઘરેલૂ સિલેન્ડર લેવાનું શા માટે ઓછુ કર્યું ? શું ઓપન માર્કેટમાં લોકોને ઓછી કિંમતે કમર્શિયલ સિલેન્ડર મળી રહ્યા છે. કારણ જે હોય તે, પણ એટલુ તો નક્કી છે કે, મોટા સંખ્યામાં એવા લોકો છે જેના ખાતામાં સબ્સિડીના પૈસા ઓછા આવે છે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!