GSTV
Gujarat Government Advertisement

જલદી કરો / LPG રસોઈ ગેસ પર મળી રહી છે શાનદાર ઓફર, માત્ર 9 રૂપિયામાં મળી રહ્યો છે સિલિન્ડર, આવી રીતે લાભ ઉઠાવો

LPG

Last Updated on April 19, 2021 by Bansari

રાંધણ ગેસના ભાવમાં સતત વધારાના કારણે બજેટ ખોરવાઇ ગયુ છે. વર્તમાનમાં અંદાજે 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળી રહ્યું છે. મોંઘવારીના આ બોજાને ઓછા કરવા માટે પેટીએમ એક સ્પેશિયલ ઓફર લઇને આવ્યો છે. તેનુ નામ ‘ફર્સ્ટ ટાઇમ’ છે. તેના હેઠળ પેટીએમ એપ્લિકેશન પરથી સિલિન્ડરની બુકિંગ કરવા પર હેવી કેશબેક મળશે. જેનાથી ગ્રાહકો ફક્ત 9 રૂપિયામાં સિલિન્ડર ખરીદી શકશે.

આ ઓફરનો લાભ માત્ર પેટીએમ એપ્લિકેશનના ઉપયોગકર્તા જ લઇ શકે છે. આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી ઉપલબ્ધ છે. એટલે કે આ મહિનામાં તમે આ ખાસ સુવિધાનો લાભ લઇ શકો છો. જોકે તેના માટે ગ્રાહકોને કેટલીક ખાસ વાતનું પણ ધ્યાન રાખવું પડશે.

પ્રથમ વખત સિલિન્ડર બુકિંગ પર મળશે લાભ

આ ઓફર માત્ર એ ગ્રાહકો માટે છે જે પેટીએપ દ્વારા પ્રથમ વખત એલપીજી સિલિન્ડર ખરીદશે. યોજના હેઠળ જ્યારે તમે ગેસ બુકિંગ માટે પેમેન્ટ કરશો, ત્યારે તમને 800 રૂપિયાના કેશબેકવાળું એક સ્ક્રેચ કાર્ડ મળશે. તેમાં કેશબેકની રકમ 10 રૂપિયાથી લઇ 800 રૂપિયા વચ્ચે હોઇ શકે છે. તેથી તમારા કાર્ડમાં કેટલી રકમ કેશબેક મળી છે, તે ચેક કરવા માટે તમારે સ્ક્રેચ કાર્ડને ઓપન કરવું પડશે. આ સ્ક્રેચ કાર્ડનો 7 દિવસની અંદર ઉપયોગ કરવા પડશે.

કેવી રીતે સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ કરવો

સ્ક્રેચ કાર્ડમાં જેટલી પણ રકમ નિકળશે, તેનો લાભ લેવા માટે તમારે તમારા પેટીએમ અકાઉન્ટમાં લોગિન કરો અને ‘શો મોર’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ રિચાર્જ એન્ડ પે બિલ્સ પર ક્લિક કરો, એક પોપ અપ ‘બુક અ સિલિન્ડર’ દેખાશે. ત્યાં તમારા ગેસ પ્રોવાઇડરની પસંદગી કરો અને ચુકવણી માટે પહેલા પ્રોમો કોડ-FIRSTLPG ટાઇપ કરો. તેનાથી તમને તમારી કુલ રકમમાં ડિસ્કાઉન્ટ મળી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!