GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ LPG ગેસ સિલેન્ડર લેવા માટે સરકાર કરશે મદદ, આ રીતે તમે પણ મેળવો લાભ

ગેસ

Last Updated on February 8, 2021 by Sejal Vibhani

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એક કરોડ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. આ ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે. સરકારે આ સ્કીમને વધારવાની વાત કરી છે. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ ગરીબી રેખા નીચે આવતા પરિવારને ઘરેલૂ રસોઈ માટે ગેસ કનેક્શન આપવામાં આવે છે.

મળે છે 1600 રૂપિયા

તમને જણાવી દઈએ કે, PM ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર નાણાંકિય સહાયતા પહોંચાડે છે. જેમાં સરકાર તરફથી 1600 રૂપિયા આપવામાં  આવે છે. આ પૈસા LPG ગેસ કનેક્શન ખરીદવા માટે અપાઈ છે. આ સાથે જ ચુલ્હો ખરીદવા માટે પ્રથમ વખત LPG સિલિન્ડર ભરવામાં આવતો ખર્ચ ચૂકવવા માટે EMIની સુવિધા પણ અપાઈ છે.

કેવી રીતે કરી શકો છો અપ્લાઈ

  • ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લેવા માટે BPL પરિવારથી કોઈ પણ મહિલા એપ્લાઈ કરી શકે છે.
  • તેના માટે KYC ફોર્મ ભરી LPG  સેંટરમાં જમા કરાવું પડશે.
  • અપ્લાઈ કરતા સમયે તમારે જણાવવાનું રહેશે કે તમારે 14.2 કિલોગ્રામનું સિલિન્ડર અથવા 5 કિલોગ્રામ વાળું સિલિન્ડર જોઈએ.
  • ઉજ્જવલા યોજનાનું ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • આ ઉપરાંત તમે તેને LPG સેંટરથી પણ લઈ શકો છો.

આ ડોક્યૂમેન્ટની પડશે જરૂર

આ યોજનાનો લાભ લેવા માટે પંચાયત અધિકારી અથવા નગર નિગમ પાલિકાના અધ્યક્ષ દ્વારા અધિકૃત BPL કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ સાઈઝ ફોટો, રાશન કાર્ડની કોપી, રાજપત્રિત અધિકારી દ્વારા સત્યાપિત સ્વ-ઘોષિત પત્ર, LIC પોલિસી, બેંક સ્ટેટમેન્ટ, BPL સુચિમાં નામની પ્રિંટ આઉટ જેવા ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે,

કોન કરી શકશે અરજી

  • આ યોજના માટે માત્ર પરિવારની મહિલાઓ જ અરજી કરી શકે છે.
  • અરજદારની ઉંમર લધુત્તમ 18 વર્ષની હોવી જોઈએ.
  • અરજદાર પરિવાર ગરીબી રેખા નીચે આવતા હોય.
  • અરજદારનું કોઈ પણ બેંકમાં ખાતુ અવશ્ય હોવું જોઈએ.
  • અરજદારના નામ પર પ્રથમ કોઈ LPG ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં.

અહીં લઈ શકો છો વધુ માહિતી

ઉજ્જવલા યોજના અંગે વધુ જાણકારી મેળવવા માટે તમે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની વેબસાઈટ http://www.petroleum.nic.in/sites/default/files/ ઉજ્જવલા યોજના PDF પર જઈ શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!