1 નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલીવરી અને બુકિંગની રીત બદલાઇ ગઇ છે. નવી ડિલીવરી સિસ્ટમમાં બુકિંગ માટે Indaneનો નંબર પણ બદલાઇ ગયો છે. ઇન્ડેને પોતાના ગ્રાહકોને SMS દ્વારા પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ બુક કરાવી શકો છો. સાથે જ Whatsapp દ્વારા પણ સિલિન્ડરને બુક કરી શકાય છે. LPG ગેસે સિલિન્ડર બુક કરાવવા માટે તમારી પાસે 5 વિકલ્પો છે.

આ 5 રીતે બુક કરી શકાય છે LPG સિલિન્ડર
1. ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યૂટર પાસે બુક કરાવો LPG સિલિન્ડર

2. મોબાઇલ નંબર પર કૉલ કરીને બુક કરાવો LPG સિલિન્ડર
3. વેબસાઇટ https://iocl.com/Products/Indanegas.aspx પર જઇને ઓનલાઇન બુકિંગ કરો.
4. કંપનીના Whatsapp નંબર પર પણ બુકિંગ કરી શકાય છે.
5. Indaneની એપ ડાઉનલોડ કરીને પણ સિલિન્ડર બુક કરી શકો છો.

Whatsapp પર કરાવો બુકિંગ
Indaneના ગ્રાહક હોવ તો તમે નવા નંબર 7718955555 પર કૉલ કરીને ગેસ બુક કરાવી શકો છો. Whatsapp પર પણ બુકિંગ થઇ શકે છે. Whatsapp મેસેન્જર પર REFILL ટાઇપ કરો અને તેને 7588888824 પર મોકલી દો. આ મેસેજ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ મોકલો.
Delivery Authentication Code જોઇશે
OTP પ્રોસેસથી ડિલિવરીને Delivery Authentication Code (DAC) કહેવામાં આવે છે. ઓઇલ કંપનીઓ DACને સૌથી પહેલા 100 સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે. સિલિન્ડર બુકિંગ બાદ ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર કોડ આવે છે. ડિલિવરી પર્સન કોડ દેખાડશે તે બાદ જ ડિલિવરી થશે. જ્યાં સુધી આ કોડ જણાવવામાં નહી આવે ત્યાં સુધી ડિલિવરી પૂરી નહી થાય અને સ્ટેટસ પેન્ડિંગમાં રહેશે.

2 મિનિટમાં મોબાઇલ નંબર અપડેટ કરાવો
જો ગ્રાહકનો મોબાઇલ નંબર અપડેટ ન હોય તો ડિલીવરી પર્સન એક એપ દ્વારા તેને Real time અપડેટ પણ કરી શકશે અને કોડ જનરેટ કરશે. એટલે કે ડિલિવરી સમયે તમે આ એપની મદદથી પોતાનો મોબાઇલ નંબર ડિલિવરી બૉય દ્વારા અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા Real time બેસિસ પર મોબાઇલ નંબર અપડેટ થશે. તે બાદ તે જ નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે.
ખોટી જાણકારી આપવી ભારે પડશે
ખોટી જાણકારીના કારણે તેમની ગેસ સિલિન્ડર ડિલીવરી બંધ થઇ શકે છે. 100 સ્માર્ટ શહેરો બાદ આ સિસ્ટમ અન્ય શહેરોમાં પણ લાગુ થશે. આ સિસ્ટમ કમર્શિયલ સિલિન્ડરો માટે કામ નહી કરે.
Read Also
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત