GSTV
Gujarat Government Advertisement

1 ઓગસ્ટથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાયા છે નિયમો, ગ્રાહકોનો માથાનો દુખાવો વધશે

lpg

Last Updated on July 29, 2020 by Karan

ઓગસ્ટ ૧થી આઇઓસી દ્વારા LPG ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા તથા ડિલિવરી મેળવવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરાયા હોવાથી હવે ગામડાઓમાં વસવાટ કરતા અભણ, અલ્પશિક્ષિતો, ગરીબો અને પછાત ગ્રામ્ય લોકોને LPG સિલિન્ડર મેળવવાનું માથાના દુખાવારૂપ બની રહેશે.

lpg

જાણો શું છે નવા નિયમો

નવા નિયમો મુજબ દરેક ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાંથી જ માત્ર ઓનલાઇન રિફિલ બુક કરાવી શકશે. ગ્રાહક રજિસ્ટર્ડ નંબર બદલાવી શકશે નહીં. નોંધાવ્યાના ૪૮ કલાકમાં સિલિન્ડર ઘરે આવે ત્યારે ગ્રાહકે પોતાના જે મોબાઇલ નંબરથી સિલિન્ડર નોંધાવ્યું એમાં આવેલા ડીએસી કોડ ડિલિવરી મેનને આપવો ફરજિયાત બનશે. ડિલિવરીમેને પણ ફરજિયાત સ્માર્ટ ફોન રાખવો પડશે.

lpg

એક બાજુ ગેસ કંપનીઓએ કોઈ જાહેરાત કર્યા વિના છેલ્લા ૩ માસથી સબસિડી આપવાનું બંધ કર્યું છે. ત્યારે સિલિન્ડર મેળવવામાં પણ દાખલ કરવામાં આવેલા અટપટા નિયમોથી સામાન્ય વર્ગને તકલીફ પડે એવું લાગી રહ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Tokyo Olympics 2021: આટલા દર્શકોને મળી શકે છે એન્ટ્રી, જાપાન સરકાર લેશે નિર્ણય

Bansari

ચાર વર્ષ પહેલાં માતાને ચોથા માળેથી નીચે ફેંકી દેનાર કેસમાં પુત્રને આજીવન કેદ, સેશન્સ કોર્ટનો ચુકાદો

Dhruv Brahmbhatt

ચેતજો/ લાંબી દાઢી રાખવાનો શોખ ભારે પડશે, આવા લોકોમાં કોરોના ફેલાવાનો ખતરો સૌથી વધુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!