GSTV

ખુશખબર: LPG સિલિન્ડરની સબસિડી થઇ ગઇ શૂન્ય, જાણો તમને કેટલો ફાયદો થશે

lpg

Last Updated on May 25, 2020 by Bansari

દેશમાં કોરોના સંકટ વચ્ચે LPG સિલિન્ડરને લઇને સરકાર અને કંઝ્યુમર માટે ખુશખબર આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં સતત થઇ રહેલા ઘટાડાને પગલે સરકારને હવે સસ્તા ભાવે LPG મળી રહ્યો છે. આ જ કારણ છે કે સરકારને હવે ઘરેલૂ બજારમાં આપવામાં આવતી સબસિડી તરીકે કોઇ ખર્ચ નથી કરવો પડી રહ્યો. તેનો અર્થ એ છે કે હવે LPG સિલિન્ડર પર સબસિડી શૂન્ય પર પહોંચી ગઇ છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિનાથી સરકાર કંઝ્યૂમરને સબસિડી આપ્યા બાદ પણ પ્રતિ સિલિન્ડર પર 120 રૂપિયાની કમાણી કરશે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસ થયો સસ્તો

તેનું એક કારણ એ પણ છે કે ગત કેટલાંક મહિનાથી સરકારે ઘરેલૂ ઉપભોક્તાઓ માટે સબસિડી વિનાના સિલિન્ડર પર ભાવ વધારી દીધો હતો. એટલે કે એક તરફ સરકારે ભાવ વધાર્યા હતા, ત્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસ સસ્તો થયો છે. તેનુ પરિણામ એ આવ્યું કે સબસિડી લગભગ શૂન્ય બરાબર થઇ ગઇ. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2015માં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર ડીબીટી સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ અંતર્ગત કંઝ્યૂમર એલપીજી સિલિન્ડરોની પૂરી (માર્કેટ) કિંમત ચુકવે છે અને સરકાર તેની સબસિડી સીધી તેમના ખાતામાં મોકલે છે.

જણાવી દઇએ કે તેની પહેલાં ઓઇલ કંપનીઓ કંઝ્યુમર્સને ખર્ચ કરતાં ઓછી કિંમતે LPG સિલિન્ડર વેચતી હતી, જો કે સરકાર તરફતી તેમના નુકસાનની ભરપાઇ કરવામાં આવતી હતી. પરંતુ સરકારે આ સિસ્ટમને બદલતા ઓક્ટોબર 2017 અને જુલાઇ 2019 વચ્ચે સબસિડી વિનાના સિલિન્ડરોના ભાવ સ્થિર કરી દીધાં.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!