GSTV
Gujarat Government Advertisement

મોટી ખબર/ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ફટાફટ ચેક કરી લો નવી કિંમત

lpg

Last Updated on October 1, 2020 by Bansari

ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ સતત ત્રીજા મહિને એટલે કે ઓક્ટોબરમાં LPG ગેસ સિલિન્ડર LPG Gas Cylinder Price 01 October 2020)ના ભાવને લઇને આમ આદમીને રાહત મળી છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ(HPCL, BPCL, IOC)એ LPG રાંધણ ગેસની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વિનાના LPG સિલિન્જરના ભાવ 594 રૂપિયા સ્થિર છે. અન્ય શહેરોમાં પણ ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. જો કે 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IOCની વેબસાઇટ પર જણાવવામાં આવેલી કિંમતો અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

જણાવી દઇએ કે પહેલા જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા વધારવામાં આવી હતી, સાથે જ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વિનાના LPG સિલિન્ડરના ભાવમાં 11.50 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

ચેક કરી લો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ

દેશની સૌથી મોટી ઓયલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હીમાં સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યાં છે. ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં જે ભાવ હતાં, તે જ ઓક્ટોબરમાં યથાવત રહેશે.

દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા પર સ્થિર છે. આ જ રીતે મુંબઇમાં સબસિડી વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. ચેન્નઇની વાત કરીએ તો અહીં કિંમત 610 રૂપિયા પ્રતિ 14.2 કિલોગ્રામ સિલિન્ડર છે. કલકત્તામાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 620.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર સ્થિર છે.

મોંઘો થયો 19 કિલોગ્રામ વાળો LPG ગેસ સિલિન્ડર

LPG

દિલ્હી- દિલ્હીમાં 19 કિલો વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 1133.50 રૂપિયાથી ધીને 1166 રૂપિયા પર આવી ગઇ છે. 19 કિલોગ્રામ વાળો LPG ગેસ સિલિન્ડર 32 રૂપિયા સુધી મોંઘો થઇ ગયો છે.

કલકત્તા- અહીં 19 કિલો વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1220 રૂપિયા પર આવી ગઇ છે. આ દરમિયાન કિંમતોમાં 24 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

મુંબઇ- દેશની આર્થિક રાજધાની મુંબઇમાં 19 કિલો વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 1089 રૂપિયાથી વધીને 1113.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઇ છે. આ દરમિયાન કિંમતોમાં 24.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

ચેન્નઇ- દેશના ચોથા મહાનગર ચેન્નઇમાં 19 કિલો વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 1250 રૂપિયાથી વધીને 1276 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઇ છે. આ દરમિયાન કિંમતોમાં 26 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી થઈ ગઈ જાહેર, ટોપ 10માં ભારત કે અમેરિકાનું એક પણ શહેર નહીં

Pravin Makwana

BREAKING: મોદી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસના હિતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, 80 કરોડ લોકોને થશે સીધો ફાયદો

pratik shah

ફફડાટ/ બાળકો માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ, જાણો શું કહે છે નિષ્ણાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!