GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

lpg

લોકડાઉનમાં આમ આદમીને વધુ એક ફટકો પડ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં સોમવારથી વધારો ઝીંકાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીદીની કિંમતોમાં વધારાને પગલે ભારતમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો સબસિડી વિનાનો ગેસ સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઇ ગયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, પહેલા દિલ્હીમાં તેની કિંમત 581.50 રૂપિયા હતી, જે હવે વધીને 593 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગઇ છે. આ જ રીતે કલકત્તામાં 14.2 કિલોગ્રામના સબસિડી વાળા ગેસ સિલિન્ડરમાં 31.5 રૂપિયાની તેજી આવી છે. કિંમતોમાં થયેલો આ વધારો આજથી એટલે કે 1 જૂનથી લાગુ થઇ ગયો છે.

જાણો કયા શહેરમાં કેટલો ભાવ

મુંબઇની વાત કરીએ તો અહીં સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 11.50 રૂપિયાનો વધારો થયો છે. અહીં પહેલાં સિલિન્ડરની કિંમત 579 રૂપિયા હતી, જે હવે 590.50 રૂપિયા થઇ ગઇ છે. ચેન્નઇની વાત કરીએ તો અહીં સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 37 રૂપિયાનો વધારો થયો છે. પહેલા ચેન્નઇમાં આ સિલિન્ડર 569.50 રૂપિયામાં વેચાતો હતો, જે હવે એક જૂનથી 606.50 રૂપિયામાં વેચાઇ રહ્યો છે.

lpg

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાહત

જો કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પર રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં તેજીની અસર નહી થાય. પીએમયૂવાય (PMUY)ના લાભાર્થીઓને 30 જૂન સુધી ફ્રી સિલિન્ડર પ્રાપ્ત થશે. જણાવી દઇએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના સુધી ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા કરી હતી.

તેની પહેલાં મેમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં મે મહિનામાં પ્રતિ સિલિન્ડરની કિંમતને 744 રૂપિયાથી ઘટાડીને 581.50 રૂપિયા કરવામાં આવી હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીજીની કિંમતોમાં ઘટાડો થવાના કારણે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!