GSTV
Finance Trending

LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓ માટે આવી મોટી ખુશખબરી, મોબાઈલથી મળશે ફટાફટ આ મોટો ફાયદો

મોટા ભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો વપરાશ મહત્તમ થઈ રહ્યો છે. ક્યાંક પીએનજી ગેસલાઈન દ્વારા ગેસની ઉપલબ્ધિત થતી હોય છે. શહેરી વિસ્તારોમાં ગેસલાઈન ચાલે છે પરંતુ ગામડામાં હજુ પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ સાથે લોકોને આનો ઘણો ફાયદો પણ મળી શકે છે. આનાથી ઘરમાં સિલિન્ડરોની સુરક્ષા વધારવામાં પણ મદદ કરી શકે છે. આ સાથે, તે ચોરી સંબંધિત ઘટનાઓને રોકવામાં પણ મદદ મળી શકે છે.

મોદી સરકાર

સિલિન્ડર ટૂંક સમયમાં QR કોડ સાથે આવશે

તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડર ટૂંક સમયમાં QR કોડ સાથે આવશે જે ઘરેલું સિલિન્ડરોને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કોડ-આધારિત ટ્રેક અને ટ્રેસ પહેલ ચોરીના મુદ્દાઓને હલ કરવામાં અને સિલિન્ડરોને ટ્રેસ કરીને તેના બહેતર ઇન્વેન્ટરી મેનેજમેન્ટને સુનિશ્ચિત કરવા માટે વેગ આપશે.

QR કોડ સ્કેન કરીને તુરત જ માહિતી મેળવી શકાય

જણાવી દઈએ કે, QR (ક્વિક રિસ્પોન્સ) કોડ એક ડિજિટલ સોલ્યુશન છે. આ મશીન દ્વારા વાંચી શકાતું ઓપ્ટિકલ લેબલ છે. જેમાં એ વસ્તુની બાબતમાં વિવરણ કરાયેલું હોય છે જેની સાથે જે જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં, QR સ્કેન કરીને સિલિન્ડર સંબંધિત તમામ માહિતી મેળવી શકાય છે. જેને પગલે ગ્રાહકો સાથે કોઈપણ છેતરપિંડી થવાની સંભાવના ઘટી જાય છે. તમારા મોબાઈલની મદદથી QR કોડ સ્કેન કરીને તુરત જ માહિતી મેળવી શકાય છે.

મળી શકે છે આ ફાયદાઓ

તે જ સમયે, આ પહેલથી ચોરીના મુદ્દાઓને ઉકેલવામાં મદદ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. સાથે જ આ ક્યૂઆર કોડમાં સિલિન્ડરો માટે સુરક્ષા, તેની પરિમાણો બાબતની જાણકારી હોવાની સાથે ગ્રાહક સેવાને આગળ વધારવા સાથે જ અન્ય વસ્તુઓની બાબતમાં જાણકારી હોવાની આશા છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV