GSTV
Gujarat Government Advertisement

અગત્યનું / LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મળે છે 50 લાખનો ફાયદો, જાણો કેવી રીતે લાભ લઇ શકાય છે

LPG

Last Updated on April 13, 2021 by Dhruv Brahmbhatt

એલપીજી ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા મળે છે. પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકોને પર્સનલ એક્સીડેન્ટ કવર પણ ઉપલબ્ધ કરાવે છે. જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો અહેવાલ જરૂર વાંચજો. સરકારી તેલ કંપનીઓ તરફથી 50 લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ લાભ મળે છે. ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજ અથવા બ્લાસ્ટ થવાની સ્થિતિમાં તમે આ સુવિધાનો લાભ લઇ શકો છો.

આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપનીઓ સાથે ભાગીદારી હોય છે. વર્તમાન સમયમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ રસોઈ ગેસ કનેક્શન પર ઇન્શ્યોરન્સ ICICI લોમ્બાર્ડના માધ્યમથી છે.

ગેસ સિલિન્ડર પર 50 લાખનો ક્લેમ કેવી રીતે મળશે?

  • http://mylpg.in મુજબ જેમ જ કોઈ વ્યક્તિ એલપીજી કનેક્શન લે છે, તો તેને ઇન્શ્યોરન્સ મળે છે. જો ગેસ સિલિન્ડરના કારણે કોઈ અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમાનો હકદાર બની જાય છે.
  • એક અકસ્માત પર મહત્તમ 50 લાખ રૂપિયા સુધી વળતર મળી શકે છે. અકસ્માતથી પીડિત દરેક વ્યક્તિને મહત્તમ 10 રૂપિયાના નુકશાનની ચુકવણી કરી થાય છે.
  • LPG સિલિન્ડરના વીમા કવર મેળવવા માટે ગ્રાહકને અકસ્માતની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને આપવાની હોય છે.
  • PSU ઓઇલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, એચપીસી તથા બીપીસીના વિતરકોને વ્યક્તિઓ અને સંપત્તિઓ માટે ત્રીજી પાર્ટી વીમા પાસેથી કવર સહિત અકસ્માત માટે વીમા પોલિસી લેવાની હોય છે.
  • તે કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી, પરંતુ દરેક ગ્રાહક આ પોલિસીમાં કવર થાય છે. તેના માટે તેને કોઇ પ્રીમિયમ પણ ચુકવવાનું રહેતું નથી.
  • FIRની કોપી, ઇજાગ્રસ્તોની સારવારની ચિઠ્ઠી અને મેડિકલ બિલ તથા મૃત્યુ થવા પર પોસ્ટમાર્ટમ રિપોર્ટ, મૃત્યુ સર્ટિફિકેટ સંભાળીને રાખો.

-અક્સમાત થવા પર પિડીત તરફથી વિતરક દ્વારા વળતરનો દાવો કરવામાં આવે છે. દાવાની રકમ વીમા કંપની વિતરક પાસે જમા કરાવે છે અને અહીંથી આ રકમ ગ્રાહક સુધી પહોચાડવામાં આવે છે.

સર્ટિફિકેટ આપવું પડે છે

એલપીજી અકસ્માતમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પામવાની સ્થિતિમાં એલપીજી સિલિન્ડરની પેટ્રોલિયમ કંપનીને મૃત્યુ પામનારનું ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમાર્ટમનો ઓરિજનલ રિપોર્ટ જમા કરાવવાનો હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!