ગેસ એજન્સી તમને આ સેવા ન આપે તો રૂપિયા આપવા પડશે પરત, જાણો શું છે નિયમ

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી 6 કરોડ જેલા ગેસ કનેક્શન આપ્યાં છે. પરંતુ મોટાભાગના લોકો તેની સાથે સંબંધિત નિયમો નથી જાણતા. જો કોઇ ગેસ એજન્સી તમને સિલિન્ડરની હોમ ડીલીવરી ન આપે તો તમારે સિલેન્ડર લેવા માટે એજન્સીના ગોડાઉનમાં જવું પડે છે. તેવામાં તમે તે ગેસ એજન્સી પાસેથી તમારા કેટલાંક રૂપિયા પરત મેળવી શકો છો.

ગેસ એજન્સી તમને સિલેન્ડર ઘરે ડિલિવર ન કરે તો તમને તે ખ્યાલ હોવો જોઇએ કે એજન્સી તેના માટે તમારી પાસેથી 19 રૂપિયા 50 પૈસા ચાર્જ લે છે. પરંતુ તમે ગોડાઉન જઇને પોતે જ સિલેન્ડર લાવતા હોય તો આ પૈસા તમે પરત માંગી શકો છો. અને આ રકમ પરત કરવાથી કોઇપણ એજન્સી ઇનકાર ન કરી શકે.

આ રકમ ડીલીવરી ચાર્જ તરીકે તમારી પાસેથી લેવામાં આવે છે. જો કોઇ એજન્સી આ ડીલીવરી ચાર્જના રૂપિયા તમને પરત આપવાથી ઇનકાર કરે તો તમે તે અંગેની ફરિયાદ પણ કરી શકો છો.

જો કોઇપણ એજન્સી તમને આ રકમ આપવાથી ઇનકાર કરે તો તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter