GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સસ્તામાં એલપીજી સિલિન્ડર ખરીદવો છે તો સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ, નાણા તમારા ખાતામાં આવશે

છેલ્લા બે મહિનાથી દેશમાં એલપીજી સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે, જોકે મોંઘવારીના આ સમયમાં એક સરકારી યોજના હેઠળ તમે સસ્તામાં એલપીજી સિલિન્ડર ખરીદી શકો છો. આ યોજનાની સૌથી મુખ્ય વાત એ છે કે, જો તમે આ યોજનાનો લાભ ઉઠાવો છો, તો સીધા તમારા ખાતામાં નાણાં આવશે. અમે અહીં વાત કરી રહ્યા છીએ પ્રત્યક્ષ લાભ અંતરણ (Direct Benefit Transfer-DBT) યોજનાની… આ યોજનાના આધારે તમે દરેક સિલિન્ડર પર સબ્સિડીની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં મેળવી શકો છો. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે તમારા આધારકાર્ડને LPG કનેક્શન સાથે જોડવું જરૂરી છે.

lpg

સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા કામ કરીને લાભ મેળવી શકો

તમે ઘરે બેઠા સરળ સ્ટેપ્સની મદદથી આ કામ કરીને તેનો લાભ મેળવી શકો છો. તમે ઓનલાઈન, કોલ કરીને, આઈવીઆરએસ દ્વારા કે પછી એસએમએસ મોકલીને LPG કનેક્શનની સાથે આધારને જોડી શકો છો. કોરોના વાયરસના સમયમાં ભીડથી બચવું અને ઘરે બેસીને આ કામ કરવું. તો જાણી લો ઘરે બેઠા કઈ રીતે LPG કનેક્શનની સાથે આધારકાર્ડને લિંક કરી શકાશે.

જાણો આધારને LPG સાથે લિંક કરવાની રીત

સૌ પ્રથમ મોબાઈલ નંબરને ગેસ કનેક્શન સાથે રજિસ્ટર કરાવો. હવે સત્તાવાર વેબસાઈટ https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx ઓપન કરો. અહીં તમારી સામે એક ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં તમારે તમામ જરૂરી જાણકારી ભરવાની રહેશે. બેનિફિટ ટાઈપમાં LPG કનેક્શન ભરવાનું રહેશે. જેમકે ભારત ગેસ કનેક્શન માટે BPCL અને ઈન્ડેન ગેસ કનેક્શન માટે IOCL ભરવાનું રહેશે. હવે ડ્રોપ ડાઉન લિસ્ટમાં ‘વિતરકનું નામ’ પસંદ કરો અને એલપીજી ગ્રાહક સંખ્યા લખો. ત્યાર બાદ મોબાઈલ નંબર, ઈમેલ, સરનામું અને આધાર કાર્ડ નંબર ભરી તેને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર ઓટીપી આવશે, જેને ફોર્મમાં દાખલ કરવાનો રહેશે. હવે સંબંધિત અધિકારી દ્વારા ખરાઈ કર્યા બાદ લિંક થવાની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર અપાશે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!