GSTV
Gujarat Government Advertisement

બદલી રહ્યા છો તમારું સરનામું આ કઈ રીતે ટ્રાન્સફર કરવું LPG GAS CONNECTION, જાણો આખી પ્રક્રિયા

lpg

Last Updated on January 10, 2021 by Ankita Trada

એક સમય હતો જ્યારે ગેસ સિલિન્ડર માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. ત્યારે હવે માત્ર એક મિસ કોલ આપી ગેસ સિલિન્ડરની નોંધણી કરાવવામાં આવી રહી છે. અને જો નવું કનેક્શન જોતું હોય તો પણ સરળતાથી તે થઈ શકે છે. અમૂક દસ્તાવેજો સાથે નજદીકના ગેસ ડિસ્ટ્રીબ્યૂટર પાસે જઈ અને માત્ર મિનિટોમાં આ પ્રક્રિયા પુરી થઈ શકે છે. એક વખત કનેક્શન જાહેર થઈ જાય તો આ તમારા માટે એડ્રેસ પ્રૂફ તરીકે પણ કામ કરે છે. જો તમે તમારું સરનામું બદલતા હોય તો આ પરિસ્થિતિમાં યુઝરે શું કરવું ?  તો આવો આ અંગેના નિયમો જાણીએ.

જો નવું કનેક્શન જોઈતું હોય તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થઈ શકે છે. નવા કનેક્શનમાં બે ગેસ સિલિન્ડર અને એક રેગ્યુલેટર મળે છે. હિંદુસ્તાન પેટ્રોલિયનની વેબસાઈડ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, બે સિલિન્ડરની કિંમત 2900 રૂપિયા અને રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયા હોય છે. રબરની કિંમત અલગથી ચૂકવવાની રહે છે. ગેસ સિલિન્ડર ભરેલો હોય તો પણ કિંમત ચૂકવવાની રહેશે. તેના માટે રહેણાક પ્રૂફની જરૂર રહેશે. જેના માટે રાશનકાર્ડ, ઈલેક્ટ્રીસિટી બિલ, લેન્ડલાઈન બિલ, પાસપોર્ટ, ILC પોલિસી, વોટર ID જેવા દસ્તાવેજો કામ આવી શકે છે. આઈડેન્ટિટી પ્રૂફ માટે પેન કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોની જરૂર હોય છે.

એક જ સીટીમાં લોકેશન બદલવા પર

જો તમે તમારા સીટીમાં સરનામું બદલો છો તો આ કામ પણ સરળ છે. જો એક સીટીમાં સરનામું બદલો છો તો આ સ્થિતિમાં તમારે વર્તમાન ડિસ્ટ્રીબ્યૂટર ઈ-કસ્ટમર ટ્રાંસફર એડવાઈઝ જાહેર કરશે. આ ઈશ્યૂની તારીખના ત્રણ મહિના માટે વેલીડ રહે છે. આ આધારે નવા સરનામાને ડિસ્ટ્રીબ્યૂટર તમારું નામ આ લીસ્ટમાં સામેલ કરી લેશે. તમારે નવું ગેસ સિલિન્ડર કે રેગ્યુલેટર ખરીદવાની જરૂર નહીં રહે.  

એક સીટીથી બીજા સીટીમાં ટ્રાંસફર કરવા પર જો એક સીટીમાંથી બીજા સીટીમાં ટ્રાંસફર કરો છો તો તેના માટે વર્તમાન ડિસ્ટ્રીબ્યૂટર ટર્મિનેશન વાઉચર હાજર કરવું પડશે. જો ગ્રાહક સિલિંડર જમા કરાવી દે તો તેને સબ્સ્ક્રીપ્શન વાઉચર પર જેટલા રૂપિયા લખ્યા હોય એટલું રિફંડ મળી જશે. અને તેને ડમેસ્ટિક ગેસ કન્ઝ્યૂમર કાર્ડ સબમિટ નહીં કરાવવું પડે. તે આ જ કાર્ડના આધારે નવા સીટીમાં કનેક્શન લઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!