GSTV
Gujarat Government Advertisement

LPG ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું છે! તો ચિંતા ના કરો, હવે બિલકુલ સરળતાથી આ રીતે પતાવી શકશો તમારું કામ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

LPG ગેસ કનેક્સન ટ્રાન્સફર કરવું એ ખૂબ મોટું કામ છે, જો તેની બરાબર જાણકારી ના હોય તો. જો ટ્રાન્સફર સાથે જોડાયેલા નિયમો તમને માલૂમ હોય તો ખૂબ જ સરળતાથી તે કામ કરી શકો છો. તેમાં બે અલગ-અલગ નિયમ હોય છે. જે શહેરમાં તમે રહો છો, તે શહેરમાં બીજી જગ્યાએ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવવા ઇચ્છતા હોલ તો તેનો નિયમ અલગ છે. જો એક શહેરમાંથી બીજા શહેરમાં LPG ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવવા ઇચ્છો છો તો તેનો અલગ નિયમ છે.

lpg

જો તમે તમારી સુવિધાના હિસાબથી ઘર બદલવા ઇચ્છો છો અને નવી ગેસ એજન્સીથી પોતાનો LPG સિલિન્ડર લેવા ઇચ્છો છો તો તેનો નિયમ સરળ છે. તેમાં તમારે સિલિન્ડર અને રેગ્યુલેટર પરત કરવાની જરુરિયાત નથી રહેતી.

એક જ શહેરમાં કનેક્શન ટ્રાન્સફર

એ માટે તમારે વર્તમાન ગેસ એજન્સીને જણાવવાનું રહેશે કે તમે શહેરમાં બીજી જગ્યા પર ઘર બદલી રહ્યાં છો. એટલાં માટે ગેસ એજન્સી બદલવાની રહેશે. જો તે કામ ઓફલાઇન કરો છો તો તમારે કેટલાંક ડોક્યુમેન્ટ્સ સાથે ગેસ એજન્સીમાં જવાની જરુરિયાત નથી. આ ડોક્યુમન્ટ્સની મદદથી ગેસ ડિસ્ટ્રિબ્યુટર પોતાનો રેકોર્ડ બદલી નાખશે અને નવી ગેસ એજન્સીના હિસાબથી ડોક્યુમેન્ટ્સ બનાવી દેશે. આ નિયમ ત્યારે લાગુ પડશે કે જ્યારે એક જ ડિસ્ટ્રિબ્યુટરના વિસ્તારમાં તમે જગ્યા બદલી રહ્યાં છો. તેમાં કોઇ પણ જાતની ઝંઝટ નહીં રહે. બસ ડિસ્ટ્રિબ્યુટર નવા ઘરના એડ્રેસના હિસાબથી ગેસના કાગળિયા અપડેટ કરી દેશે. થોડીક મુશ્કેલી ત્યારે થઇ શકે છે કે જ્યારે તમે એક ડિસ્ટ્રિબ્યુટરના વિસ્તારમાં જઇ રહ્યાં છો. એ માટે તમે લેખિતમાં પગલું ભરી શકો છો –

lpg

માની લો કે તમે ઇન્ડેન ગેસ એજન્સી પાસેથી ગેસ સિલિન્ડર લઇ રહ્યાં છો. એક જ શહેરમાં ઘર બદલવા પર તમારે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે. એ માટે તમારે નજીકમાં ઓરિજનલ સ્બ્સક્રિપ્શન વાઉચર લઇને જવાનું રહેશે.

  1. તે વાઉચરની મદદથી ગેસ ડિસ્ટ્રિબ્યુટર એક ટ્રાન્સફર ટર્મિનેશન વાઉચર (TTV) જનરેટ કરશે. કે જે નવા ઘરના સરનામાંને આધારે હશે.
  2. હવે તમારા નવા વિસ્તારમાં ગેસ એજન્સીનો સંપર્ક કરો કે જ્યાંથી તમે સિલિન્ડર મેળવવા માંગો છો. આ એજન્સીમાં તમારે એડ્રેસ પ્રૂફ, ટીટીવી અને ઘરેલું ગેસ કન્ઝ્યુમર કાર્ડ એટલે કે ગેસ પાસબુક લઇને જવાનું રહેશે.
  3. આ આધાર પર નવા ડિસ્ટ્રિબ્યુટર તમારા ટ્રાન્સફર સબસ્ક્રિપ્શન વાઉચર (TSV) બનાવશે કે જે તમારી જૂની ગેસ એજન્સી દ્વારા આપવામાં આવેલા ટીટીવી પર આધારિત હશે.
  4. ત્યાર બાદ તમને નવો ગ્રાહક નંબર મળશે. આ બધી વિગતો તમારી ડીજીસીસી બુકલેટમાં દાખલ કરવામાં આવશે.

ધ્યાનમાં રાખો, કે તમે એક જ શહેરમાં તમારું ઘર બદલી રહ્યાં હોવાથી તમે ફક્ત ગેસ એજન્સી બદલી રહ્યાં છો. એટલાં માટે તમારે સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરવાની જરૂર નહીં રહેશે. તમારે આ બધી વસ્તુઓ તમારી પાસે જ રાખવી પડશે.

LPG

જો બીજા શહેરમાં ઘર બદલી રહ્યાં છો તો….

  1. પોતાના ગેસ ડિસ્ટ્રિબ્યુટરને ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર આપી દો.
  2. પોતાની સાથે સબ્સક્રિપ્શન વાઉચર અને ટીએસવી લઇ જવાનું ન ભૂલો. સિલિન્ડર અને રેગ્યુલેટર સાથે ગેસ બુકલેટ પણ જમા કરાવવાની રહેશે.
  3. તેના આધાર પર ગેસ ડિસ્ટ્રિબ્યુટર એક ટર્મિનેશન વાઉચર (TV) બનાવીને આપશે કે જે તમારા નામ પર હશે. તેની પર તમારું એ જ એડ્રેસ હશે કે જ્યાં તમે જઇ રહ્યાં છો. સિલિન્ડર જમા કર્યા બાદ તમને રિફન્ડ રકમ આપવામાં આવશે.
  4. હવે તમે ટર્મિનેશન વાઉચરના આધાર પર નવા વિસ્તારની ગેસ એજન્સી સાથે સંપર્ક કરો. એલપીજી ગેસ કનેક્શનની રકમ જમા કરો. તમને હાથોહાથ એલપીજી સિલિન્ડર અને રેગ્યુલેટર મળી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel

અજય દેવગણની સુપરહિરો ફિલ્મમાં માનુષી છિલ્લરની એન્ટ્રી, આ એક્ટર સાથે કરશે રોમાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!