ગેસ સિલિન્ડર ઉપભોક્તાઓ માટે ખુશખબર છે. હવે તમે ઘરેબેઠા મોબાઇલથી જ ગેસ સિલિન્ડરવ (LPG)નું બુકિંગ કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની કે પરેશાન થવાની જરૂર નથી. સરકારી ઓયલ કંપનીઓ ગ્રાહકોને LPG ગેસ સિલિન્ડર રિફિલ કરાવા માટે Whatsapp અને SMSની સુવિધા આપી રહી છે. ભારતની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંથી એક ભારત ગેસ, ઇન્ડેન ગેસ અને એચપી ગેસના ગ્રાહક આ સુવિધાનો લાભ લઇને સરળતાથી ઘરે બેઠા સિલિન્ડર મંગાવી શકે છે.

LPG ગેસ સિલિન્ડર બુક કરવાની આ છે પાંચ અલગ-અલગ રીતો
- ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યૂટર સાથે વાત કરીને
- મોબાઇલ નંબર પર કૉલ કરીને
- વેબસાઇટ પર જઇને ઑનલાઇન બુકિંગ https://iocl.com/Products/Indanegas.aspx
- કંપનીના વોટ્સએપ નંબર પર એક ટેક્સ્ટ મોકલીને
- Indaneની એપ ડાઉનલોડ કરીને

Bharat Gasના ગ્રાહક આ રીતે બુક કરે LPG સિલિન્ડર
>> ભારત ગેસ (Bharat Gas) ના બુકિંગ માટે તમારા મોબાઇલમાં 1800224344 (Bharat Gas Whatsapp Booking number) નંબર સેવ કરી લો.
>> નંબર સેવ કર્યા બાદ તમારે Whatsappમાં જવાનુ છે. તે બાદ સેવ કરેલા ભારત ગેસ એટલે કે ભારત પેટ્રોલિયમ સ્માર્ટ લાઇન નંબરને ખોલો.
>> તે બાદ WhatsApp પર Hii, Hello લખીને મોકલી દો. તરત જ રિપ્લાય આવી જશે, જેમાં વૉટ્સએપ કંપની દ્વારા સ્વાગત કરવામાં આવશે.
>> જ્યારે પણ સિલિન્ડર બુક કરવાનો હોય, ફક્ત વૉટ્સએપ પર Book લખીને મોકલી દો. Book લખીને મોકલતા જ તમને ઓર્ડર ડિટેલ મળશે અને કયા દિવસે સિલિન્ડર ડિલિવર થશે તે પણ વૉટ્સએપ પર લખીને આવી જશે.

Indane ગેસ ગ્રાહક આ રીતે બુક કરે સિલિન્ડર
>> ઇન્ડેન ગેસના ગ્રાહક 7588888824 (Indane Gas Whatsapp Booking number) નંબર પર બુકિંગ કરી શકે છે.
>> ઉપભોક્તા આ નંબર 7588888824ને મોબાઇલમાં સેવ કરે.
>>તે બાદ વૉટ્સએપ ઓપન કરો. સેવ કરેલા નંબરને ઓપન કરો અને તે રજીસ્ટર્ડ નંબરથી Book અથવા REFILL# લખીને મોકલી દો.
>> REFILL# લખીને મોકલતા જ ઓર્ડર પૂરો થવાનો જવાબ આવશે.
>> રિપ્લાયમાં સિલિન્ડર બુકિંગની ડિલીવરી ક્યારે થશે, તેની ડેટ પણ લખેલી હશે.

HPના ગ્રાહક આ રીતે કરી શકે છે સિલિન્ડરની બુકિંગ
>>એચપી ગ્રાહક આ નંબર 9222201122 (HP Gas Cylinder Whatsapp Booking number 9222201122 )ને પોતાના મોબાઇલમાં સેવ કરી લે.
>>આ નંબરને સેવ કર્યા બાદ વૉટ્સએપ ઓપન કરો અને સેવ કરેલો નંબર ખોલો.
>> સેવ કરેલા એચપી ગેસ સિલિન્ડરના નંબર પર Book લખીને મોકલી દો.
>> તમારા રજીસ્ટર્ડ નંબરથી એચપી ગેસના આ નંબર પર Book લખીને મોકલતા જ વૉટ્સએપ પર જ ઓર્ડર ડિટેલ આવી જશે.
>> તેમાં સિલિન્ડરની ડિલિવરી ડેટ સહિત પૂરી ડિટેલ લખેલી હશે.
રજીસ્ટર કરાવો નંબર
જણાવી દઇએ કે તમે ફક્ત તે જ નંબરથી ગેસ સિલિન્ડર બુકિંગ કરી શકો છો, જે નંબર તમે એજન્સીમાં રજીસ્ટર કરાવ્યો હશે. રજીસ્ટર કરાવ્યા વિના તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ નહી કરી શકો.
Read Also
- હેકર્સે યુવક પાસે કરી રૂપિયા 10 કરોડની માંગ, આપી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી
- ટૉફિ ખાવાના છો શૌખીન? આ કંપની આપી રહી છે ટૉફી ખાનારાઓને નોકરીની તક, લાખોમાં છે પેકેજ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી