GSTV
Business Trending

LPG Cylinder Subsidy Update : મોંઘવારીમાંથી રાહત, 587 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે

મોંઘવારીથી પીડિત દરેક વ્યક્તિ બે પૈસા બચાવવા માંગે છે. એલપીજી વિના કોઈનું કામ ચાલતું નથી, કારણ કે તેના પર ખોરાક પકવવામાં આવે છે. સરકારે ભલે ગરીબ પરિવારોને મફત એલપીજી સિલિન્ડર આપ્યા હોય, પરંતુ લોકોએ તેને રિફિલ કરાવવા માટે પૈસા ચૂકવવા પડે છે.

ગેસ

પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સસ્તા હોવા છતાં, સિલિન્ડ રૂ. 900 કે તેથી વધુમાં મળે છે. જ્યારે કોરોના વાયરસ રોગચાળો આવ્યો ત્યારે સરકારે સબસિડીના પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તેનાથી મુશ્કેલીઓમાં વધારો થયો. સબસિડી આપવાનું શરૂ કર્યું તો પણ બેંક ખાતામાં એટલી નાની રકમ આવે છે, જાણે ઊંટના મોંમાં જીરું.

જો કે, હવે તમને ટૂંક સમયમાં ખૂબ જ ઓછી કિંમતે LPG સિલિન્ડર મળી જશે. તેનું કારણ એ છે કે સરકાર ફરીથી LPG સિલિન્ડર પર સબસિડી ફરી ચાલુ કરવાનું વિચારી રહી છે. આ અંગેનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં એલપીજી પર સબસિડી આપવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત કરવાની જરૂર છે.

જો નાણા મંત્રાલય પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયાની સબસિડી આપશે અને તમને એલપીજી સિલિન્ડરની કિંમત પર સમાન ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જે ગેસ સિલિન્ડર તમને મળશે તેના માટે તમારે માત્ર 587 રૂપિયા ચૂકવવા પડશે, 900 રૂપિયા નહીં.

હા, આ માટે તમારું LPG કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા LPG ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો જલ્દી કરી લો. તમારા ડીલરનો સંપર્ક કરીને LPGને આધાર સાથે લિંક કરાવો અને સબસિડીનો લાભ લેવાનું શરૂ કરો. તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સમયાંતરે સબસિડી વિશેની માહિતી પણ મળશે.

ગેસ કનેક્શનને મોબાઈલ સાથે કેવી રીતે લિંક કરવું?

તમારા ગેસ કનેક્શનને મોબાઈલ સાથે લિંક કરવા માટે, તમારી કંપનીની વેબસાઈટ જેમ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અથવા ભારત પેટ્રોલિયમ પર જાઓ.

અહીં તમને મોબાઈલ સાથે ગેસ કનેક્શન લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.

હવે તમારું 17 અંકનું LPG ID દાખલ કરો.

તેને ચકાસો અને સબમિટ કરો.

હવે બુકિંગની તારીખ સહિત અન્ય તમામ માહિતી ભરો.

આ પછી તમે અહીં સબસિડી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.

તમે કસ્ટમર કેર પાસેથી પણ મેળવી શકો છો માહિતી

જો તમે વેબસાઈટ ચલાવવામાં બહુ સક્ષમ નથી, તો તમે કસ્ટમર કેર નંબર 1800-233-3555 પર કૉલ કરીને ગેસ સિલિન્ડર સબસિડી સંબંધિત અદ્યતન માહિતી પણ મેળવી શકો છો. વર્ષ 2020માં છેલ્લી વખત એપ્રિલમાં સરકારે ગ્રાહકોના ખાતામાં 147.67 રૂપિયાની સબસિડી ટ્રાન્સફર કરી હતી. ત્યારે સિલિન્ડરની કિંમત 731 રૂપિયા હતી. આ પછી એલપીજી સિલિન્ડર 205 રૂપિયા મોંઘું થયું. હવે લોકોને LPG સિલિન્ડર 900 રૂપિયામાં લેવું પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV