GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ એકાઉન્ટમાં LPG સબસિડી જમા થઇ રહી છે કે નહીં ઘરેબેઠા આ રીતે કરો ચેક, આટલી સરળ છે રીત

lpg

Last Updated on February 19, 2021 by Bansari

LPG Gas Subsidy: સરકાર આમ આદમીના ખિસ્સા પર કુકિંગ ગેસના વધતાં ભાવનો બોજ ના પડે તેના માટે સબસિડી પણ પૂરી પાડે છે. LPGની સબસિડી અલગ-અલગ રાજ્યોમાં અલગ નિર્ધારિત છે. સરકાર દ્વારા દર વર્ષે 12 ઘરેલૂ સિલિન્ડરો (14.2 કિલોગ્રામ) પર સબસિડી આપવામાં આવે છે. તેનાથી વધુ સિલિન્ડર ખરીદવા પર બજાર મૂલ્ય ચુકવવુ પડે છે. જો તમારે ચેક કરવાનું છે કે શું તમને સબસિડી મળી રહી છે કે નહીં તો હવે તમે ઑનલાઇન પણ ચેક કરો કે સબસિડી રાશિ તમારા ખાતામાં જમા થઇ છે કે નહીં અને તેની સરળ રીત…

LPG

આ રીતે ચેક કરો LPG સબસિડીનું ઑનલાઇન સ્ટેટસ

  • સબસિડીની રકમ જો તમારે પણ જાણવી છે તો સૌથી પહેલા Mylpg.in લિંક પર જાઓ.
  • તે બાદ એચપી (HP Gas), ભારત (Bharat Petroleum Gas) અને ઇંડેન (Indane Gas) ટેબમાંથી પોતાની કંપનીની ટેબમાંથી ક્લિક કરવાની છે. તેને સિલેક્ટ કરતાં જ નવુ પેજ ખુલશે.
  • હવે મેન્યૂમાં જઇને 17 અંકોનો એલપીજી આઇડી (LPG ID) રજીસ્ટર કરો.
  • જો એલપીજી આઇડી જાણતા નથી તો ગભરાવાની કોઇ વાત નથી. તમે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા તે જાણી શકો છો.
  • તેના માટે તમારે ક્લિક હીયર ટૂ નો યોર એલપીજી આઇડી (Click Here To Know Your LPG ID) પર ક્લિક કરવાનું છે.
  • અહીં તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર, એલપીજી ઉપભોક્તા આઇડી, રાજ્યનું નામ અને વિતરકની જાણકારી, કેપ્ચા કોડ ભરતાં જ તમને પ્રોસેસ કરવાનું બટન મળશે.
  • જ્યાં ક્લિક કરતાં જ એક નવુ પેજ ઓપન થશે. જેમાં તમારે એલપીજી આઇડી જોવા મળશે.
  • સાથે જ તમારા ખાતાની વિગતો એક પૉપ અપ દ્વારા જોવા મળશે.
  • તેમાં તમે બેંક ખાતા અને આધાર કાર્ડના એલપીજી એકાઉન્ટથી લિંક હોવાની જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો. સાથે જ સબસિડીનો વિકલ્પ તમે છોડ્યો છે કે નહીં તે જાણવા મળી જશે.

જણાવી દઇએ કે તે લોકો જેની વાર્ષિક આવક 10 લાખની હોય છે તેમને LPGનો લાભ નહી મળે. સાથે જ નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડીને ઘટાડી દીધી છે જેની અસર આમ આદમી પર પડશે. મંત્રાલયે પેટ્રોલિયમ સબસિડીને ઓછી કરી 12,995 કરોડ રૂપિયા કરી દીધી છે. અહીં જણાવી દઇએ કે સબસિડી બજેટમાં આ કપાત એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત એક કરોડ લાભાર્થીઓને જોડવાની પણ વાત કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!