દેશભરમાં વધતી મોંઘવારી વચ્ચે સરકારી ઓયલ કંપનીઓએ રાંધણ ગેસના (LPG) રેટ્સમાં વધારો કર્યો છે. આજથી તમારો રાંધણ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઇ ગયો છે. LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ 2 ડિસેમ્બર એટલે કે આજથી લાગુ થઇ ગયા છે. આ વધારા બાદ દેશની રાજધાનીમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત 644 રૂપિયા થઇ ગઇ છે. જણાવી દઇએ કે 1 ડિસેમ્બરે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ ગેસના રેટ્સમાં વધારો કર્યો હતો. 19 કિલોના LPG સિલિન્ડરમાં 55 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પાંચ મહિનામાં પહેલીવાર સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમતો વધારવામાં આવી છે.

આ છે તમારા શહેરમાં LPGના નવા રેટ
IOCની વેબસાઇટ અનુસાર, આ વધારા સાથે જ 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વિનાના LPG સિલિન્ડરનો ડિસેમ્બર માટે દિલ્હીમાં રેટ 644 રૂપિયા થઇ ગયો છે, જે પહેલા 594 રૂપિયા હતો. કલકત્તામાં પણ તેના ભાવ વધીને હવે 670.50 પૈસા થઇ ગયો છે, જે પહેલા 620.50 હતો. મુંબઇમાં સબસિડી વિના LPG સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઇ ગયો છે. ચેન્નઇમાં સબસિડી વિના LPG સિલિન્ડરની કિંમત 610 રૂપિયાથી વધીને 660 રૂપિયા થઇ ગયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 56 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે.


ડિસેમ્બરમાં સબસિડી વિનાના LPG સિલિન્ડરના ભાવ
14.2 કિલોનો સિલિન્ડર
શહેર | જૂના ભાવ | નવા ભાવ |
દિલ્હી | 594 | 644 |
મુંબઇ | 594 | 644 |
કલકત્તા | 620.50 | 670.50 |
ચેન્નઇ | 610 | 660 |

કમર્શિયલ સિલિન્ડર પણ 56 રૂપિયા મોંઘો
19 કિલોગ્રામ LPG સિલિન્ડર
શહેર | રેટ |
દિલ્હી | 1296 |
મુંબઇ | 1244 |
કલકત્તા | 1351 |
ચેન્નઇ | 1410.50 |
LPG ગેસ સિલિન્ડરના ભાવ ઓઇલ કંપનીઓ દર મહિને નક્કી કરે છે. તેની પહેલા જુલાઇ મહિનામાં ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતોમાં બદલાવ કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે કોરોનાવાયરસ મહામારીના કારણે ઘરેલૂ LPG ગેસ સબસિડી પણ આપી ન હતી. જેથી સરકારની સીધી 20 હજાર કરોડ રૂપિયાની બચત થઇ હતી.
Read Also
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ
- હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા