GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ ફેબ્રુઆરી મહિના માટે આવી ગયા છે LPG ગેસ સિલિન્ડરના ભાવ, ફટાફટ કરી લો ચેક

lpg

Last Updated on February 2, 2021 by Bansari

ભારતીય ઑયલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે ઘરેલૂ ગેસની કિંમત (LPG Gas Cylinder Price Today) જારી કરી દેવામાં આવ્યા છે. સબસિડી વિના સિલિન્ડરની કિંમતમાં વધારો નથી થયો. એટલે કે તે જૂની કિંમત 694 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ રેટ દિલ્હી માટે છે.

સાથે જ, 19 કિલો વાળા કમર્શિયલ સિલિંડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે 1349 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1540 રૂપિયામાં મળશે. એજન્સી દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, પાંચ કિલો વાળા LPG સિલિન્ડરની કિંમત 445 રૂપિયા છે.

lpg

ડિસેમ્બરમાં રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો થયો હતો. નવેમ્બરમાં 594 રૂપિયાથી વધારીને એક ડિસેમ્બરે તેનો રેટ 644 કરવામાં આવ્યો અને 15 ડિસેમ્બરે એક વાર ફરી તેની કિંમત 694 રૂપિયા કરી દેવામાં આવી. એટલે કે એક મહિનાની અંદર 100 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.

તે બાદ જાન્યુઆરીમાં તેલ કંપનીઓએ LPGની કિંમત સ્થિર રાખી અને હવે એકવાર ફરી LPGની કિંમતમાં વધારો નથી કરવામાં આવ્યો, જે ઉપભોક્તાઓ માટે રાહતની વાત છે.

lpg

જાન્યુઆરીમાં પણ વધારવામાં આવ્યા હતાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ

19 કિલો વાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ જાન્યુઆરીમાં પણ વધારવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં તેમાં 56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં બે વાર કિંમતો વધારવામાં આવી હતી. નવેમ્બરમાં કમર્શિયલ સિલિન્ડરની કિંમત 1241.50 રૂપિયા હતી. સાથે જ એક ડિસેમ્બરે તેની કિંમત વધારીને 1296 રૂપિયા કરી દેવામાં આવી હતી, જ્યારે 15 ડિસેમ્બરે ફરી એકવાર તેની કિંમત વધારીને 1332 રૂપિયા કરી દેવામાં આવી હતી.

જાન્યુઆરીમાં તેની કિંમત 1349 રૂપિયા કરી દેવામાં આવી હતી. હવે 19 કિલોનો આ કમર્શિયલ સિલિન્ડર 1540 રૂપિયામાં મળશે. એટલે કે એક મહિનાની અંદર આશરે 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ રીતે ચેક કરો LPGની કિંમત

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી તેલ કંપનીની વેબસાઇટ પર જવું. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ્સ જારી કરે છે.  (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમે તમારા શહેર અને ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Bank Holidays/ આજથી સતત ત્રણ દિવસ બેન્ક બંધ, જવા પહેલા ચેક કરી લો આખી લિસ્ટ

Damini Patel

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!