GSTV

આમ આદમીને મળશે રાહત, માર્ચમાં આટલા ઘટી જશે LPG ગેસ સિલિન્ડરના ભાવ

LPG

આમ આદમી માટે સરકાર તરફથી રાહતના સમાચાર છે. ગેસ સિલિન્ડના ભાવ આગામી મહિને ઘટી શકે છે. આ વાતનો સંકેત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે રાયપુરમાં કહ્યું કે રાંધણ ગેસની કિંમતોમાં આગામી મહિને ઘટાડો થઇ શકે છે. પ્રધાન બે દિવસના છત્તીસગઢ રાજ્યના પ્રવાસે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.

એલપીજીની કિંમતોમાં સતત થઇ રહેલા વધારા સાથે સંબંધિત સવાલનો જવાબ આપતા મંત્રીએ કહ્યું, આ સાચુ નથી કે કિંમત સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારના કારણે આ મહિને કિંમતોમાં વધારો થયો. જો કે એવા સંકેત છે કે આગામી મહિને તેની કિંમતો ઘટી શકે છે.

શિયાળામાં LPGનો વપરાશ વધવાથી દબાણ વધ્યુ

તેમણે વધુમાં જણાવ્યું કે શિયાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો હતો, જેના કારણે આ ક્ષેત્રમાં દબાણ વધી ગયું હતુ. આ મહિને કિંમતોમાં વધારો થયો જ્યારે આગામી મહિને તેમાં ઘટાડો થશે. ગત અઠવાડિયે સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં 149 રૂપિયાનો વધારો થયો છે.

હવે આટલી સબસિડી મળશે

સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે ઘરેલૂ ગેસ સિલિંડર પર 154 રૂપિયાના બદલે 291 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સાથે જ સબસિડીની રકમ વધારવાથી કન્ઝ્યૂમર ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસની કિંમતમાં વધારો-ઘટાડો પ્રભાવિત નહી કરે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન ધારકોને હવે 175ના બદલે 312 રૂપિયા સબસિડી આપવામાં આવશે. જણાવી દઇએ કે ઇન્ડિયલ ઑઇલે 14.2 કિલોના સિલિંડર 144.50 અને 5 કિલોના સિલિંડર પર 52 રૂપિયાનો વધારો કર્યો છે. હવે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના સિલિંડરની કિંમત 858.50 રૂપિયા થઇ ગઇ છે. કલકત્તામાં 149 રૂપિયાના વધારા સાથે 896 રૂપિયા, મુંબઇમાં 145 રૂપિયાના વધારા સાથે 829.50 રૂપિયા અને ચેન્નઇમાં 147 રૂપિયાના વધારા સાથે ઘરેલૂ ગેસ સિલિંડરના ભાવ 881 રૂપિયા થઇ ગયાં છે. નવા ભાવ 12 ફેબ્રુઆરીથી જ લાગુ થઇ ગયા છે.

25 કરોડ લોકોને થશે લાભ

સરકારની આ ઘોષણા બાદ દેશના આશરે 25 કરોડ ઘરેલૂ ગેસ સિલિન્ડર ઉપભોક્તાઓને તેનો ફાયદો થશે. વર્તમાન સમયમાં દેશમાં કુલ 27.6 કરોડ ઘરેલૂ ગેસ સિલિન્ડર ઉપભોક્તા છે. જેમાંથી આશરે 2 કરોડ ઉપભોક્તાઓએ પીએમ મોદીના આગ્રહ પર ગેસ સિલિન્ડરની સબસિડી છોડી દીધી છે. જે બાદ સબસિડી મેળવતા લોકોની સંખ્યા આશરે 25 કરોડ છે. આશરે 200 રૂપિયી સબસિડી દેશની નજતાને ઘણ રાહત આપશે. સાથે તેની થોડી અસર ઘરની થાળી પર પણ જોવા મળશે. બીજી બાજુ રેસ્ટોરન્ટ અને હોટલની થાળી પર તેની કોઇ અસર નહી થાય.

6 મહિનામાં આટલા વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ

ઘરેલૂ ગેસ સિલિન્ડરના છેલ્લા 6 મહિનાના ભાવની વાત કરીએ તો તેમાં 300 રૂપિયા સુધીનો વધારો થઇ ચુક્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ દરમિયાન 284 રૂપિટયાનો વધારો થયો છે. સાથે જ કલકત્તામાં 295 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મુંબઇમાં 283 અને ચેન્નઇમાં 290.50 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સાથે જ સબસિડી ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ગત મહિના સુધી સબસિડી વાળા કુકિંગ ગેસના ભાવ ગત 6 મહિનામાં 13 ટકા એટલે કે 62 રૂપિયા પ્રતિ સિલિંડર વધ્યાં છે. જણાવી દઇએ કે રાંધણ ગેસના કુલ 27.6 કરોડ ઉપભોક્તા છે. તેમાંથી આશરે 2 કરોડને સબસિડી નથી મળી.

Read Also

Related posts

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!