આ મહિનામાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ–ડીઝલ મોંઘુ થઈ ગયું છે. એલપીજી પણ પ્રતિ સિલિન્ડર 809 રૂપિયા છે. તમે પેટ્રોલ ડીઝલના ભાવ પર ડિસ્કાઉન્ટ નહીં મેળવી શકો કારણ કે તે ઓઇલ કંપનીઓના હાથમાં છે, પરંતુ તમે એલપીજી એટલે કે એલપીજી સિલિન્ડર પર એક મોટી છૂટ મેળવી શકો છો, તે પણ 800 રૂપિયા સુધી. ચાલો જાણીએ કેવી રીતે

એલપીજી સિલિન્ડર પર 800 રૂપિયા સુધીની છૂટ!
પેટીએમએ આ મહિનામાં એલપીજીની બુકિંગ અને ચુકવણી અંગે તેના ગ્રાહકોને બમ્પર ઓફર આપી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો માત્ર 9 રૂપિયામાં 809 રૂપિયાના ગેસ સિલિન્ડર મેળવી શકે છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક પ્રથમ વખત એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરે છે, તો તે 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે.
30 જૂન સુધી જ મોકો
જો તમે પણ પેટીએમની આ ઓફરનો લાભ લેવા માંગતા હો, તો તમારી પાસે 30 જૂન 2021 સુધીનો મોકો છે. આ ઓફર ફક્ત તે જ ગ્રાહકો માટે છે કે જેઓ પ્રથમ વખત એલપીજી સિલિન્ડરનું બુકીંગ અને પેમેન્ટ પેટીએમથી કરશે. જ્યારે તમે એલપીજી સિલિન્ડર બુક કરાવો અને ચૂકવણી કરો, ત્યારે તમને ઓફર હેઠળ એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેનું કેશબેક મૂલ્ય 800 હશે. આ ઓફર પહેલા એલપીજી સિલિન્ડરના બુકિંગ પર આપમેળે લાગુ થશે. આ ઓફર ફક્ત ઓછામાં ઓછા 500 રૂપિયાની ચુકવણી ઉપર લાગુ કરવામાં આવશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવું પડશે, જે તમને બિલ ચુકવણી પછી મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. તમારે આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર ખોલવું પડશે, તે પછી તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
આ રીતે કરશો બુકિંગ
જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો પહેલા તમારે તમારા મોબાઇલ ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ પછી, તમારી ગેસ એજન્સીમાં સિલિન્ડર બુકિંગ કરાવવું પડશે. આ માટે, પેટીએમ એપ્લિકેશનમાં શો મોર (Show more) પર જઈને ક્લિક કરો, પછી રિચાર્જ એન્ડ પે બિલ પર ક્લિક કરો. આ પછી, તમે સિલિન્ડર બુક કરવાનો વિકલ્પ જોશો. અહીં, તમારા ગેસ પ્રોવાઇડરને પસંદ કરો. બુકિંગ કરતા પહેલા, તમારે FIRSTLPG નો પ્રોમો કોડ દાખલ કરવો પડશે. બુકિંગના 24 કલાકમાં તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે. આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ 7 દિવસની અંદર કરવો પડશે.
ALSO READ
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત