GSTV

ધ્યાન રાખજો! 1 નવેમ્બરથી બદલાશે LPG સિલિન્ડની ડિલીવરીનો આ નિયમ, મોદી સરકારે કરી મોટી તૈયારી

રસોઈ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ને લઈને નિયમ ફેરફાર થવાના છે. દરેક લોકોને આ નિયમ વિશે જણકારી જરૂરી છે. સિલેન્ડરની બ્લેક માર્કેટિંગ પર લગામ લગાવવા માટે સરકારે 1 નવેમ્બરથી નવો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. LPG સિલિન્ડરની હોમ ડિલીવરીની આખી સિસ્ટમ હવે બદલવાના છે. ખરેખર જો તમે પણ ઘરે બેઠા સિલિન્ડર મંગાવો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકારી તેલ કંપનીઓ પ્રમાણે 1 નવેમ્બરથી દેશના 100 સ્માર્ટ સિટીમાં ગેસની ડિલીવરી માટે વન ટાઈમ પાસવર્ડ (OTP)ફરજીયાત થઈ જશે.

OTP આપવાનો રહેશે

સરકારનો લક્ષ્ય છે કે, ગેસ સિલિન્ડર સાચા યુઝર્સ સુધી પહોંચ્યા છે. તેને સુનિશ્વત કરવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. એટલે હવે જ્યારે 1 નવેમ્બરથી સિલિન્ડર લઈને ડિલિવરી બોય તમારા ઘરે આવશે તો તેમને OTP આપવાનો રહેશે.

સિલિન્ડર બુક કરશો

આ પગલુ સિલિન્ડરમાંથી ચોરી થનારી ગેસ, સિલિન્ડર ચોરી રોકવા અને સાચા ગ્રાહકની ઓળખાણ માટે લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમ હેઠળ જેમ જ તમે સિલિન્ડર બુક કરશો. તમારા મોબાઈલ પર એક OTP પ્રાપ્ત થશે.

પાયલટ પ્રોજેક્ટ તરીકે પણ લાગુ

ત્યારબાદ જ્યારે ડિલીવરી બોય તમારા ઘર પર ગેસ સિલિન્ડર પહોંચાડવામા આવશે તો OTP દર્શાવવાનો રહેશે. OTP શેર કર્યા વગર LPG સિલિન્ડર ડિલિવરી થઈ શકશે નહી. હાલમાં જયપૂર અને તમિલનાડુના કોયમ્બતૂરમાં આ વ્યવસ્થાને પાયલટ પ્રોજેક્ટ તરીકે પણ લાગુ કરવામાં આવ્યુ છે, પરંતુ હવે નવેમ્બર 2020થી આ યોજનાનો વિસ્તાર દેશના 100 સ્માર્ટ શહેરમાં કરવામાં આવી રહ્યો છે. આ શહેરોમાંથી મળનાર ફીડબેકના આધાર પર વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવશે.

ધ્યાન રાખનારી વાત

જો તમારુ ઘર 100 સ્માર્ટ સિટીમાં છે અને તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીની પાસે રજિસ્ટર્ડ નથી અથવા તો નંબર બદલાઈ ગયો છે તો તરત જ નંબર અપડેટ કરાવી લો. તે સિવાય ડિલીવરી બોયને એક એપ્લીકેશનની સુવિધા આપવામાં આવશે. ડિલીવરી સમયે તમે આ એપની મદદથી પોતાનો મોબાઈલ નંબર ડિલિવરી બોયને અપડેટ કરાવી શકો છો.

READ ALSO

Related posts

આશ્ચર્ય! સાઉથ અમેરિકાના રણમાં મળી આવી 121 ફૂટ લાંબી બિલાડી, વિમાનમાંથી નરી આંખે જોઈ શકાય તેવું સ્પષ્ટ

pratik shah

દશેરાએ દુકાન પર ઉભા રહી ફાફડા-જલેબીની લિજ્જત નહી માણી શકો, આ નવા નિયમો લાગુ કરાશે-

pratik shah

ગામડાના લોકોને મળશે વધુ સુવિધાઓ, મોદી સરકારે લોન્ચ કરી 10 હજાર કરોડ રૂપિયાની યોજના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!