GSTV

મોટો ફાયદો: રસોઈ ગેસ સિલેન્ડર અહીં બુક કરાવવાથી પરત મળશે 900 રૂપિયા, ઓફર હાથમાંથી જવા ન દેતા

lpg

Last Updated on July 21, 2021 by Pravin Makwana

રસોઈ ગેસની વધતી કિંમતોના કારણે લોકોના ખર્ચા પણ વધ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી સિલેન્ડરની કિંમતોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલમાં જૂલાઈ મહિનામાં સબ્સિડી વગરના એલપીજી સિલેન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો વળી કોમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવા સમયે પેટીએમ તરફથી ખાસ ઓફર આપવામાં આવી રહી છે. જેમાં સિલેન્ડર બુકીંગ કરવા પર આપ 900 રૂપિયા સુધીનું કૈશબેક મેળવી શકો છો. એટલે કે, સિલેન્ડર બુકીંગ પર 900 રૂપિયા સુધીનો ફાયદો થશે.

ઈંડિયન ઓઈલ કોર્પોરેશને પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી છે અને પોતાના ગ્રાહકોને સિલેન્ડર બુકીંગ પર મળતી આ ઓફર વિશે જણાવ્યુ છે. આવા સમયે જો આપ ઘરેથી સિલેન્ડર બુક કરાવો છો આપ આપ પણ કૈશબેક મેળવવાના હકદાર બનો છો. આવો જાણીએ આ ઓફરનો ફાયદો કેવી રીતે ઉઠાવવો અને શું લાભ થવાના છે.

ઈંડિયન ઓયલે આપી છે જાણકારી

ઈંડિયન ઓયલે મંગળવારે સત્તાવાર ટ્વિટર હેંડલ પર પેટીએમથી 900 રૂપિયાના કૈશબેક મળવાની જાણકારી આપી છે. ઈંડિયન ઓયલ લખે છે કે, પીટીએમ દ્વારા ઈંડેન એલપીજી રિફિલ બુકીંગ પર 900 રૂપિયા સુધીનું કૈશબેક સાથે ઓયલ કંપનીએ સિલેન્ડર બુક કરવા માટેની એક લિંક પણ આપી છે.

ક્યા લોકોને ફાયદો મળશે

પેટીએમ પોતાના યુઝર્સને ફાયદો કરાવી રહ્યુ છે. જે ગ્રાહકો પહેલી વાર પેટીએમ એપના માધ્યમથી એલપીજી સિલેન્ડર બુક કરાવશે, તેમને 900 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ખાસ વાત એ છે કે, યુઝર્સ 3 LPG cylinder બુક કરવા સુધી 900 રૂપિયાનું કૈશબેક મેળવી શકશે.

LPG Subsidy

કેવી રીતે કરાવશો બુકીંગ

તેના માટે આપે સૌથી પહેલા પેટીએમ એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં લોગિન કર્યા બાદ આપ Book a Cylinder આઈકોન પર ટેપ કરવાનું રહેશે. આપ ડાયરેક્ટ સર્ચ કરીને પણ આ ઓપ્શનમાં જઈ શકો છો. અથવા તો Recharge And Bill Pay ઓપ્શનમાં પણ આવુ કરી શકો છો. અહીં ત્રણ વિકલ્પ મળશે, ભારત ગેસ, ઈંડેન ગેસ અને એચપી ગેસ. આમાથી ગેસ પ્રોવાઈડરની પસંદગી કરો.

ગેસ પ્રોવાઈડરની પસંદગી કર્યા બાદ આપનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા એલપીજી આઈડી અથવા ગ્રાહક નંબર નાખો. ત્યાર બાદ નિશ્ચિત પ્રોસેસ ફોલો કરતા જાવ અને આપનો સિલેન્ડર બુક થઈ જશે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!