GSTV
Gujarat Government Advertisement

રસોઈ ગેસ ડિલીવરીના નિયમોમાં મોટા ફેરફાર, હવે સરકાર લાવી રહી છે આ સિસ્ટમ… મળશે અનેક સુવિધાઓ

Last Updated on April 24, 2021 by Bansari

રસોઈ ગેસ કનેક્શનને લઈને મોદી સરકાર હવે સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઇ રહી છે. આગામી દિવસો માટે સરકાર આવી તૈયારીઓ કરી રહી છે, જેની મદદથી નવું ગેસ કનેક્શન મેળવવું સરળ બની રહેશે, સાથે જ તમારે ઘર સુધી રસોઈ ગેસ સિલિન્ડર લઇ જવા માટે મહેનત પણ નહીં કરવી પડે. હકીકતમાં કેન્દ્ર સરકાર આગામી વર્ષોમાં દેશમાં ક્લિન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માંગે છે. સરકારનું લક્ષ્ય છે કે દેશના 100 ટકા ઘરોમાં એલપીજી ગેસ કનેક્શન પહોંચાડી શકાય. તેના માટે પેટ્રોલિયમ મંત્રાલયના સ્તરે જ નહીં પરંતુ સરકારી તેલ કંપનીઓના સ્તરે પણ તૈયારીઓ ચાલી રહી છે.

lpg

હકીકતમાં ઘણા મીડિયા અહેવાલો મુજબ ત્રણ સરકારી તેલ કંપનીઓ એટલે કે ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ મળીને એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. ત્યારબાદ સામાન્ય લોકોને એલપીજી સિલિન્ડરોની ડિલીવરી માટે પરેશાન થવાની જરૂર નહીં પડે.

રસોઈ ગેસ ડિલીવરી માટે નહીં કરવી પડે કંપનીની ચિંતા

જો ગ્રાહક પાસે એક કંપનીનો ગેસ સિલિન્ડર છે, તો તે બીજી કે ત્રીજી કંપનીનું સિલિન્ડર પણ લઈ શકશે. ગ્રાહકોને ઉપલબ્ધતાના આધારે જ ગેસ સિલિન્ડર મળી શકશે. આ માટે આ કંપનીઓને મંત્રાલય તરફથી સૂચનાઓ મળી છે.

હવે નવું ગેસ કનેક્શન મેળવવું સરળ બનશે

કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક નિયમમમાં ફેરફાર થયો છે. તેના પછી પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યાવસાયિકોને રાહત મળી શકે છે. સરકાર હવે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેના હેઠળ નવા ગેસ કનેક્શન લેવા માટે એડ્રેસ પ્રુફની જરૂર નહીં પડે. ગ્રાહકોને હવે આઈડી પ્રૂફની ફોટોકોપી આપવી પડશે. આ આઈડી પ્રૂફ માન્ય આધારકાર્ડ, પાનકાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ હોઈ શકે છે. નવું ગેસ કનેક્શન મેળવવા માટે ગ્રાહકોને કાયમી સરનામાં સંબંધિત એંડરકેટિંગ નહીં આપવું પડે.

સરકારનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષમાં રેકોર્ડ 8 કરોડ ઘરોમાં મફત એલપીજી કનેક્શનો પહોંચ્યા છે, જેથી ગરીબ પરિવારોને મદદ મળી શકે. આ સાથે દેશમાં કુલ એલપીજી વપરાશકારોની સંખ્યા 29 કરોડને વટાવી ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!