પોતાનું ઘર ખરીદવાની ચાહત પુરી કરવા હોમ લોન(Home Loan) લેવાની જરૂરત પડે છે. પરંતુ હોમ લોન માટે આવેદન કરવા પહેલા ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. એમાંથી જ એક સૌથી મહત્વપૂર્ણ છે વ્યાજદર. ઓછા વ્યાજદરમાં હોમ લોન લેવાનો મતલબ છે કે ઓછી રકમ ચૂકવવી પડશે. કોરોના વાયરસ મહામારીના કારણે અનિશ્ચિતતાને જોઈ RBIએ નીતિગત વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે. ત્યાર પછી હોમ લોનના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

એવામાં જો એ બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ(HFCs)ની લિસ્ટ જોઈએ તો, જે સૌથી સસ્તા દરોમાં હોમ લોન આપે છે તો એમાંથી સરકારી બેન્ક એનાથી ઉપર છે. પરંતુ કોટક મહિન્દ્રા બેન્ક જેવી પ્રાઇવેટ સેક્ટર ટોપ પર પણ છે. કોટક મહિન્દ્રા બેન્ક પોતાના ગ્રાહકોને 6.75%ના દરથી હોમ લોન આપી રહી છે. ત્યાર પછી બીજા નંબર પર સરકારી ક્ષેત્રમાં પંજાબ નેશનલ બેન્ક(PNB) છે, જે 6.8%ના વ્યાજે હોમ લોન આપી રહી છે.

લોન લેવાનો યોગ્ય સમય
જાણકારોનું કહેવું છે કે એવા ઘણા કારણ છે, જેના આધાર પર એ કહેવામાં આવી રહ્યું છે કે હોમ લોન લેવાનો આ યોગ્ય સમય છે. સૌથી ઓછો વ્યાજ દર ઓફર કરવા વાળામાં ટોપ 15 લેન્ડર્સની લિસ્ટમાં જુઓ તો ખબર પડે છે કે 6.72%થી લઇ 6.95% વચ્ચે હોમ લોન ઓફર કરી રહ્યા છે. એ વ્યાજ દર વર્ષના 75 લાખ રૂપિયાના હોમ લોન પર છે.
આ બેંકો આપી રહી છે હોમ લોન પર સૌથી સસ્તું વ્યાજ
બેન્ક | વ્યાજ દર | માસિક હપ્તા |
કોટાક મહિંદ્ર બેન્ક | 6.75% | 57,027 Rs |
પંજાબ નેશનલ બેન્ક | 6.80% | 57,250 Rs |
બેન્ક ઓફ ઇન્ડિયા | 6.85% | 57,474 Rs |
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા | 6.85% | 57,474 Rs |
બેન્ક ઓફ બરોડા | 6.85% | 57,474 Rs |
કેનેરા બેન્ક | 6.90% | 57,698 Rs |
પંજાબ એન્ડ સિંહ બેન્ક | 6.90% | 57,698 Rs |
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા | 6.90% | 57,698 Rs |
એક્સિસ બેન્ક | 6.90% | 57,698 Rs |
આઈડીએફસી બેન્ક યુકો બેન્ક | 6.90% | 57,698 Rs |
આઈડીએફસી બેન્ક | 6.90% | 57,698 Rs |
એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ | 6.90% | 57,698 Rs |
બજાજ ફિન્સર્વ | 6.90% | 57,698 Rs |
ટાટા કેપિટલ | 6.90% | 57,698 Rs |
કેન ફીણ હોમ્સ | 6.95% | 57,923 Rs |
એક વાત એ પણ ધ્યાન આપવા યોગ્ય છે કે ટોપ 15 લેન્ડર્સ ઉપરાંત પણ એવા લેન્ડર્સ છે જે લગભગ આટલા જ વધુ વ્યાજ દર પર હોમ લોન ઓફર કરી રહ્યા છે. ICICI બેન્ક અને HDFC ક્ષેત્રનીઓ દિગ્ગજ બેન્ક HDFC 7% વ્યાજ દરથી હોમ લોન આપી રહી છે. જયારે પબ્લિક સેક્ટરની ભારતીય સ્ટેટ બેન્ક 7.2%ના દરથી 75 લાખ રૂપિયાની હોમ લોન ઓફર કરી રહી છે.
અહીં BSE પર લિસ્ટેડ પબ્લિક અથવા પ્રાઇવેટ સેક્ટરની બેન્ક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના આંકડા મેળવવામાં આવ્યા છે. વ્યાજ દરની આ માહિતી નેશનલ હાઉસિંગ બેન્કની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે આમાં 75 લાખ રૂપિયાની હોમ લોન માટે વ્યાજ દર પસંદ કરવામાં આવ્યો છે. 7 જાન્યારી 2020 સુધીના આ આંકડા છે.
Also Read
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ