GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

તો રાજ્ય પર છવાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાયું છે. જેની અસર હેઠળ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ લો પ્રેશર વધુ મજબૂત બનશે. જેના કારણે આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સાથે જમીનથી 5.8 કિલોમીટરની ઊંચાઇએ એક સાયકલોનિક સર્કયુલેશન પણ છવાયેલું છે.

  • સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાયું
  • લો પ્રેશર, ઓફ શોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ સક્રિય
  • આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
  • આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બનશે લો પ્રેશર સિસ્ટમ
  • ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
  • ગુજરાતથી કેરળના સમુદ્ર કિનારે ઓફ શોર ટ્રફ સક્રિય
  • કચ્છ અને અમદાવાદ પરથી પસાર થઇ રહ્યું છે મોન્સૂન ટ્રફ

આ ઉપરાંત ગુજરાતના સમુદ્ર કિનારાથી લઇને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફ શોર ટ્રફ સર્જાયેલી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના સમુદ્ર કિનારે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સર્જાયું છે. તેમજ ચોમાસાની ધરી હાલમાં કચ્છ, અમદાવાદ, મધ્ય પ્રદેશ પરથી થઇને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સુધી ફેલાયેલી છે. જેની અસર હેઠળ આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે પણ ઊંચા મોજા ઉછળશે. તેથી માછીમારોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!