GSTV

આ અઠવાડિયા માટે છત્રી અને રેનકોટ કાઢી રાખો, મેઘરાજાની સવારી આવી રહી છે

આ વખતે ગુજરાતમાં સરેરાશ 125થી એકસો પચાસ ટકા સુધીનો વરસાદ વરસી ગયો હતો. સામાન્ય રીતે ઓગસ્ટના એન્ડ પછી વરસાદ આવતો નથી પરંતુ આ વર્ષે બેસતા વર્ષના દિવસે પણ વરસાદ વરસ્યો હતો. દેવ દિવાળીમાં પણ વરસાદે પીછો છોડ્યો ન હતો એટલું જ નહીં ત્યારબાદ પણ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતાં બે વખત ખતરનાક વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવી ગયું હતું.

જેને કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે અને વિવિધ પાક સાફ થઈ ગયા છે. હવે જે થોડો ઘણો પાક બચ્યો છે. તેના પર પણ જોખમ ઊભું થયું છે કારણકે અરબી સમુદ્ર ફરીથી ડીપ ડિપ્રેશન ઊભું થતાં આગામી દિવસોમાં ફરીથી વરસાદ આવવાની શક્યતાઓ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. અમદાવાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે.

આગામી બુધવારે 4 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઇ વરસાદની આગાહી કરાઇ છે. આણંદ, સુરત, ભરૂચ, વડોદરામાં વરસાદ પડી શકે છે. જ્યારે નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે.

ત્યારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.સત્તાવાર રીતે ચોમાસાએ ઘણા સમય પહેલાં વિદાય લઈ લીધી છે. પણ હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

READ ALSO

Related posts

90 હજાર પોલીસકર્મીઓનું થયું હેલ્થ ચેકઅપ, શું ગુજરાતના પોલીસતંત્રમાં ઘૂસ્યો Corona વાયરસ?

Arohi

શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં ગયા કિંગ અને પ્રિંસ સલમાન

Nilesh Jethva

લોકડાઉન વચ્ચે માસૂમ 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!